તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
રાજકોટમાં ઉઘાડઃ ઠંડા પવનોનું જોર યથાવત
બે ત્રણ દિવસ બાદ સૂર્યદેવે દર્શન દીધાઃ ભેજનું પ્રમાણ પણ વધુ, ગઇકાલે દિવસનું તાપમાન રપ ડીગ્રીઘટીને નોંધાયેલ

રાજકોટઃ રાજયભરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે, હળવાથી મધ્યમ તો કોઇ કોઇ જગ્યાએ ભારે વરસાદ પડી જાય છે. હજુ આખું અઠવાડિયું માવઠાની આગાહી કરવામાં આવી છે.
તો રાજકોટ શહેરમાં ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ અને વાદળછાયા વાતવરણ વચ્ચે આજે આ લખાય છે ત્યારે સવારે ૧૧ વાગ્યે સૂર્યનારાયણે દર્શન દીધા છે. ઉઘાડ નિકળ્યો છે.
દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સતત વાદળછાયા વાતાવરણ અને ફૂંકાતા ઠંડા પવન વચ્ચે રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોઇ ભારે કમોસમી વરસાદ પડયો નથી, ઝરમરથી લઇ હળવો વરસાદ પડયો છે.
તો આજે ઉઘાડ નિકળ્યો છે, આમ છતાં ઠંડા પવનનુ઼ જોર યથાવત છે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડા વાતાવરણને પગલે ગઇકાલે તો શહેરમાં દિવસનું તાપમાન ઘટીને રપ ડીગ્રી નોંધાયું હતું . જાણે શિયાળો ચાલતો હોય તેવું વાતાવરણ જોવા મળતું હતું (૩પ-૧૦)










