હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે શુક્રવારે મહારકતદાન કેમ્પઃ રકતની ૧૫૦૦ બોટલો એકત્ર થશે
દરેક રકતદાતાને સ્યોર ગીફટ, લકકી ડ્રોમાં ૧૧ સાઇકલો અપાશે

રાજકોટઃ શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ, રાજકોટ (વેસ્ટ) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણા ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમીતે ૩૧ ઓકટોબરને શુક્રવારના રોજ સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી લેઉઆ પટેલ બોર્ડિગ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજીત કરેલ છે.
આ મહા રકતદાન કેમ્પમાં બ્લડ ડોનરને ૯૦૦ રૂ. સુધીની ગીફટ આઈટમો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ બ્લડ ડોનેશન કેમ્પની લીન્કમાં રજીસ્ટ્રેશન કરાવનાર ડોનરને ડ્રો દ્વારા ૧૧ સાઇકલો આપવામાં આવશે. ૧૫૦૦ ૨થી વધુ રકતની બોટલો એકત્ર થશે.
આ મહા રકતદાન કેમ્પ માટે સંસ્થાના પ્રમુખ નીતમ બારસીયા, સલાહકાર હાર્દિક અજુડીયા, ધીરજલાલ દુધાત, રાજેશ વૈષ્ણવ, કેતન સોરઠીયા, મુકેશ વરસાણી, દિનેશભાઈ સાવલીયા, નિલેશ વેકરીયા, ધર્મેશ વાડોદરીયા, મયુર બાલધા, મયુર બારસીયા, રમેશ વસોયા, દેવેન નોંઘણવદરા, મનહર ભુવા, પરેશભાઇ તેમજ સમગ્ર પ્રોજેકટ ટીમ તથા સોશ્યલ ગૃપના મેમ્બરો જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










