<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

એટલાન્‍ટિસ હિલ્‍સ રઘુવંશી પરિવાર દ્વારા પ્રથમ વખત જલારામ જન્‍મોત્‍સવ : સાંજે શોભાયાત્રા-મહાપ્રસાદ

રામ નામ મેં લીન હૈ, દેખત સબમેં રામ, તાકે પદ વંદન કરૂ જય જય જલારામ

રાજકોટ : આજ રોજ સંત શિરોમણી પરમ પુજય શ્રી જલારામ બાપાની રર૬ મી જન્‍મજયંતી છે. જલારામ મંદીરોમાં જલારામ ભકતોની ભીડ સવારથી જોવા મળી રહી છે. તો શહેરભરમાં અનેક સ્‍થળોએ અન્નકુટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા છે. શહેરમાં રૈયાધાર રોડ ઉપર આવેલ એટલાન્‍ટિસ હિલ્‍સ ખાતે એટલાન્‍ટીસ હિલ્‍સ રઘુવંશી પરિવાર દ્વારા આજે સાંજે ૪.૩૦ વાગ્‍યે અન્નકુટ દર્શન બાદ સાંજે પ વાગ્‍યાથી સોસાયટીમાં શોભાયાત્રા નિકળશે. બાદ રાત્રીના ૮ વાગે મહાઆરતી બાદ મહાપ્રસાદ રાખેલ છે. ભાવિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) 

(3:08 PM IST)