<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

રપ કોર્પોરેટરો ચૂંટણી નહિં લડી શકે અથવા બેઠક બદલવી પડશે

રોટેશન ફાળવણીથી બદલાયેલા સમીકરણોમાં અમૂક માટે રાજકીય પ્રતિકુળતાનું માવઠુ, અમૂક માટે અનુકુળતાની અમીધારા : જયમીન અથવા રાડીયા, દેવાંગ માંકડ અથવા નેહલ શુકલ, અશ્‍વિન પાંભર અથવા બિપીન બેરા, નરેન્‍દ્રસિંહ વાઘેલા અથવા ચેતન સુરેજા ચુંટણી નહિં લડી શકે અથવા બેઠક બદલાવી પડશેઃ પુષ્‍કર પટેલ - જીતુ કાટોડીયાની બેઠક અનુસુચિત જાતિનેઃ નિલેશ જલુની આશા ધુંધળીઃ ડો. મોરજરીયા અને હિરેન ખીમાણીયાને સામાન્‍ય વર્ગમાંથી ટીકીટ મળવી મુશ્‍કેલઃ ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ ધારાસભ્‍ય હોવાથી બાદબાકીની લાઇનમાં

રાજકોટ તા.૨૯: ગઇકાલે રાજય ચુંટણીપંચે મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે રોટેશન મુજબ વોર્ડવાઇઝ  અનામત  અને  જનરલ બેઠકોનું માળખું જાહેર કરવામાં આવ્‍યું છે. જેનાથી રાજકીય સમીકરણો ધરખમ ફર્યા છે. હાલના કેટલાક કોર્પોરેટરોને પાર્ટી ટીકીટ આપવા માંગતા હોય તો પણ હાલની બેઠક અનામત થઇ જવાથી અસરગ્રસ્‍ત કોર્પોેરેટરોએ ચુંટણી લડવાનું માંડી વાળવુ પડશે અથવા અન્‍ય વોર્ડમાં લડવુ પડશે.

વોર્ડ વાઇઝ રોટેશન ફાળવણીથી થનાર રાજકીય અસરોની ઝલક આ મુજબ છે.

વોર્ડ નં.૧

હાલ આ વોર્ડમાં ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા તથા ડો.અલ્‍પેશ મોરજરીયા, હિરેન ખીમાણીયા કોર્પોરેટર છે. ચુંટણીપંચે જાહેર કરેલ નવા માળખા મુજબ આ વોર્ડમાં એક મહિલા અનામત, એક સામાન્‍ય તથા બે પુરૂષ સામાન્‍ય બેઠક છે. ભાનુબેન બાબરીયા હાલમાં ધારાસભ્‍ય હોવાથી બાદબાકીની લાઇનમાં છે. જયારે બે પુરૂષોની સામાન્‍ય બેઠકમાં ડો.અલ્‍પેશ મોરજરીયા અને હિરેન ખીમાણીયાને ટીકીટ મળવી મુશ્‍કેલ જોવા મળી રહયું છે.

વોર્ડ નં.૨

નવા માળખા મુજબ એક મહિલા અનુસુચિત જાતિ, એક મહિલા સામાન્‍ય વર્ગ તથા એક પુરૂષમાં પછાતવર્ગ તથા એક સામાન્‍ય બેઠકની ફાળવણી કરવામાં આવી છે. ત્‍યારે આ વોર્ડમાં હાલમાં બે સામાન્‍ય વર્ગમાંથી એટલે કે જૈમીન ઠાકર અને મનીષ રાડીયા કોર્પોરેટર છે. આવનાર ચુંટણીમાં આ વોર્ડમાંથી બે માંથી એક જ કોર્પોરેટર લડી શકશે. આ ઉપરાંત ડો.દર્શિતાબેન ધારાસભ્‍ય હોવાથી બાદબાકીની લાઇનમાં છે.

વોર્ડ નં.૩

નવા માળખા મુજબ બે મહિલા સામાન્‍ય વર્ગ, એક પછાત વર્ગ પુરૂષ અને એક સામાન્‍ય વર્ગ પુરૂષની બેઠક જાહેર કરવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં નરેન્‍દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી કોર્પોરેટર છે. નવા માળખા મુજબ આ વોર્ડમાં રોટેશન મુજબ ફેરફાર થયો નથી.

વોર્ડ નં.૪

આ વોર્ડમાં એક પછાત વર્ગ મહિલા, એક સામાન્‍ય વર્ગ મહિલા, બે સામાન્‍ય વર્ગ પુરૂષની બેઠકો છે. હાલમાં આ વોર્ડમાં કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા તથા કાળુભાઇ કુગશીયા, પરેશભાઇ પીપળીયા કોર્પોેરટર છે. નવા રોટેશન મુજબ બે પુરૂષની સામાન્‍ય વર્ગમાં થતા આ વોર્ડમાંથી કાળુભાઇ કુગશીયાને લડવા માટે ધુંધળી આશા જોવા મળી રહી છે.

વોર્ડ નં.૫

બે મહિલા સામાન્‍ય વર્ગ તથા એક પછાતવર્ગ પુરૂષ અને એક સામાન્‍યર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં હાર્દિક ગોહિલ, દિલીપ લુણાગરીયા તથા રસીલાબેન સાકરીયા તથા વજીબેન ગોલતર નગરસેવક છે. નવા માળખા મુજબ વર્તમાન નગરસેવક વજીબેન ગોલતર અને હાર્દિક ગોહિલ આ વોર્ડમાંથી ચુંટણી નહી લડી શકે અથવા  બેઠક બદલવી પડશે.

વોર્ડ નં.૬

રાજય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ રોટેશન મુજબ આ વોર્ડમાં એક અનુસુચિત જાતી મહિલા એક સામાન્‍ય વર્ગ તથા એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્‍ય વર્ગ પુરૂષની બેઠક જાહેર કરેલ છે. આ વોર્ડમાં પરેશ પીપળીયા, ભાવેશભાઇ દેથરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા કોર્પોરેટર છે.

વોર્ડ નં.૭

નવા માળખા મુજબ એક પછાત વર્ગ મહિલા, એક સામાન્‍ય વર્ગ મહિલા તથા એક અનુસુચિત આદિજાતી અને એક સામાન્‍ય વર્ગ પુરૂષની બેઠક છે. આ વોર્ડમાં દેવાંગ માકંક, નહેલ શુકલ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી કોર્પોરેટર છે. આગામી ચુંટણીમાં એક પછાત વર્ગ મહિલા અને એક અનુસુચિતઆદિજાતી પુરૂષ બેઠક અનામત થતા હાલના કોર્પોેરેટર દેવાંગભાઇ તથા નેહલભાઇ ચુંટણી લડી શકશે અથવા વોર્ડ બદલવાની ફરજ પડશે એ તો આગામી સમય અને સમીકરણો પર નજર રહેશે.

વોર્ડ નં.૮

આ વોર્ડમાં બે સામાન્‍યવર્ગ મહિલા અને એક પછાત વર્ગ પુરૂષ અને એક સામાન્‍ય પુરૂષની બેઠક છે. હાલમાં ડો.દર્શનાબેન પંડયા, સી.એસ. પ્રિતીબેન દોશી તથા અશ્વીન પાંભર, બીપીન બેરા કોર્પોરેટર છે. નવા માળખા મુજબ એક બેઠક પછાતવર્ગ પુરૂષને ફાળવવામાં આવી છે. ત્‍યારે ઉપરોકત બન્ને પુરૂષ કોર્પોેરટરને તક મળી શકે છે.

વોર્ડ નં.૯

 આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્‍ય વર્ગ મહિલા, એક અનુસુચિત જાતી પુરુષ અને સામાન્‍ય વર્ગની બેઠક છે. હાલમાં પુષ્‍કર પટેલ, જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી નગર સેવક છે. નવા માળખા મુજબ આ વોર્ડમાં એક મહિલા અને એક પુરૂષની બેઠક ઉપરોકત મુજબ અનામત થતા એક મહિલા અને એક પુરૂષ નગરસેવકો આ વોર્ડ માંથી ચૂંટણી નહિ લડી શકે અથવા બેઠક બદલવાની ફરજ પડશે.

વોર્ડ નં.૧૦

આ વોર્ડમાં બે સામાન્‍ય વર્ગ મહિલા, એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્‍યવર્ગ પુરુષની બેઠક જાહેર કરવામાં આવી છે. ત્‍યારે આ વોર્ડમાંથી ચેતન સુરેજા અને નરેન્‍દ્રસિંહ વાઘેલા કોઇપણ એકને આ વોર્ડમાંથી ચુંટણી લડી શકશે.

વોર્ડ નં.૧૧

આ વોર્ડમાં બે સામાન્‍યવર્ગ મહિલા એક પછાતવર્ગ પુરૂષ અને એક સામાન્‍યવર્ગ પુરૂષની બેઠક જાહેર કરવામાં આવી છે. આ વોર્ડમાં હાલમાં ભારતીબેન પાડલીયા, નીલુબેન જાદવ, રણજીતભાઇ સાગઠીયા તથા વિનોદભાઇ સોરઠીયા કોર્પોેરટર છે. નવા માળખા મુજબ એક મહિલા અને એક પુરૂષ નગરસેવકો નવા ચહેરા તરીકે આવી શકવાની સંભાવના છે.

વોર્ડ નં.૧૨

આ વોર્ડમાં બે સામાન્‍યવર્ગ મહિલા એક પછાતવર્ગ પુરૂષ અને એક સામાન્‍યવર્ગ પુરૂષની બેઠક જાહેર કરવામાં આવી છે. આ વોર્ડમાં હાલમાં ડો.પ્રદિપ ડવ, મગનભાઇ સોરઠીયા, મીતલબેન લાઠીયા, અસ્‍મિતાબેન દેલવાડીયા કોર્પોરેટર છે.

વોર્ડ નં.૧૩

નવા માળખા મુજબ પછાતવર્ગ મહિલા, સામાન્‍યવર્ગ મહિલા તથા બે સામાન્‍ય વર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં સુરેન્‍દ્રસિંહ વાળા, નીતીન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા કોર્પોરેટર છે.

વોર્ડ નં.૧૪

આ વોર્ડમાં પછાતવર્ગ મહિલા, સામાન્‍યવર્ગ મહિલા તથા બે સામાન્‍ય વર્ગ પુરૂષની બેઠક ફાળવવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, કેતનભાઇ ઠુંમર, નિલેશભાઇ જલુ કોર્પોેરેટર છે. આ નવા માળખામાં પછાતવર્ગ મહિલાને બેઠક ફાળવવામાં આવતા હાલના કોર્પોરેટર નીલેશ જલુને ચુંટણી લડવાની આશા ધુંધળી દેખાઇ રહી છે.

વોર્ડ નં.૧૫

આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્‍ય વર્ગ મહિલા અને એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્‍યવર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં કોમલબેન ભારાઇ, ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠીયા, મકબુલ દાઉદાણી કોર્પોેરેટર છે.

વોર્ડ નં.૧૬

આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્‍ય વર્ગ મહિલા અને એક અનુસુચીતજાતી પુરૂષ અને એક સામાન્‍ય વર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં કંચનબેન સિધ્‍ધપુરા, રૂચિતાબેન જોષી, નરેન્‍દ્ર ડવ, સુરેશ વસોયા કોર્પોેરેટર છે. આગામી ચુંટણીમાં બન્ને પુરૂષ નગરસેવકોમાંથી જો પાર્ટી ઇચ્‍છે તો એક જ કોર્પોરેટર આ વોર્ડમાંથી લડી શકશે.

વોર્ડ નં.૧૭

આ વોર્ડમાં બે સામાન્‍ય વર્ગ મહિલા અને એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્‍ય વર્ગ પુરૂષની બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં વિનુભાઇ ધવા, રવજીભાઇ મકવાણા, કીર્તીબા રાણા, અનિતાબેન ગોસ્‍વામી કોર્પોરેટર છે.

વોર્ડ નં.૧૮

આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્‍ય વર્ગ મહિલા તથા એક અનુસુચીત જાતી પુરૂષ, એક સામાન્‍ય વર્ગ પુરૂષની બેઠક ફાળવવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં સંજયસિંહ રાણા, સંદિપ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા કોર્પોરેટર છે. આ વોર્ડમાં બે પૈકી એક નગરસેવક ચુંટણી નહી લડી શકે.

ચુંટણીપંચ દ્વારા ગઇકાલ રોટેશન મુજબ અનામત અને જનરલ બેઠકોનું માળખુ જાહેર કરવામાં આવ્‍યું છે. આગામી સમયમાં યોજાનાર મ્‍યુનિસિપલ કોર્પોરેશન ચુંટણીમાં ઘણા નવા ચહેરાઓને પણ તક મળી શકે તેમ છે અને બે ડઝનથી વધુ નગરસેવકોની બાદબાકી નિヘીત છે.

(3:36 PM IST)