<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

મકવાણા પ્રોડકશન દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્‍મ ‘ગુરૂ' ઓટીટી પર લોન્‍ચ થશે

રાજકોટ તા. ૨૯ : હિમાંશુ મકવાણા દ્વારા ગરીબ પરિવારના યુગલ અને તેમના પુત્રની સંઘર્ષગાથા લઇને લખાયેલ શોર્ટ ફિલ્‍મ ‘ગુરૂ' ઓટીટી પર લોન્‍ચ થવા જઇ રહી છે. જેમાં લીડ રોલ હિમાંશુ મકવાણા અને વિક્રમ જોશી કરી રહ્યા છે. શુટીંગ રાજકોટમાં થયુ છે. કોઇ નાની વયનીસ્ત્રીને જયારે તેના પતિ તરછોડે ત્‍યારે તેમના નાના સંતાનના ભવિષ્‍યની શું દશા થાય છે તેના ઉપર આ વાર્તામાં પ્રકાશ પાડવા ખુબ સરસ પ્રયાસ થયો છે.

મકવાણા પ્રોડકશન ઇન્‍સ્‍ટા આઇડી તેમજ ધ હિમાંશુ મકવાણા સોશિયલ મીડિયા પેજ તેમજ મકવાણા પ્રોડકશન યુ-ટયુબ ચેનલ પર આ શોર્ટ ફિલ્‍મ ગુરૂની તમામ અપડેટ જોઇ શકાશે 

(3:40 PM IST)