News of Wednesday, 29th October 2025
ગોંડલ રોડ પર રૂા. ૪૦ હજારના દારૂ ભરેલી કારમાંથી જીતેન્દ્ર પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ દિપકભાઇ ચૌહાણની બાતમીઃ જુનાગઢના મિતેશ ઉર્ફે ભોલાની શોધખોળ

રાજકોટ, તા.૨૯: શહેરના ગોંડલ રોડ પર તુલીપ પાર્ટી પ્લોટ પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૪૦ હજારના વિદેશી દારૂ ભરેલી કારમાંથી એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગોંડલરોડ પર તુલીપ પાર્ટીપ્લોટ પાસે એક શખ્સ કારમાં વિદેશી દારૂ સાથે નીકળવાનો હોવાની ક્રાઇમબ્રાંચના હેડ કોન્સ દિપકભાઇ ચોૈહાણને બાતમી મળતા પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા, હેડકોન્સ, દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ તથા કોન્સ વિશાલભાઇ દવે સહિતે દરોડો પાડી તુલીપ પાર્ટીપ્લોટ પાસેથી રૂા. ૪૦,૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૨૪૦ બોટલ ભરેલી કારમાંથી જીતેન્દ્ર ઉર્ફે જીણો પોપટભાઇ ભરડા (ઉ.વ. ર૬) (રહે. ગોંડલ રોડ ક્રિષ્ના એપાર્ટમેન્ટ) ને પકડી લઇ જુનાગઢના મધુરમગામના મિેતષ ઉર્ફે ભોલો ભરતભાઇ કાચાની શોધખોળ હાથ ધરી છે.(૬.ર૧)
(4:02 PM IST)










