તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th October 2025
રૂપિયા 50 હજારની લાંચના છટકામાં રાજકોટના બે કાર્યપાલક સહિત ત્રણ ઝડપાતા મોટો ખળભળાટ : જુઓ વિડીયો
રાજકોટ ACB ના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહિલ ના સુપરવિઝનમાં સફળતના નવા વિક્રમો સર્જાઈ રહ્યા છે: મોરબીના એસીબી પોલીસ ઇન્સ્પેકટર ટીમ દ્વારા સફળ છટકું. એસીબી વડા પિયુષ પટેલનું અભિયાન આગળ વધ્યું

રાજકોટ. જામનગરના કાલાવડ પંથકના રણુંજાના મેળામાં યાંત્રિક ફિટનેસ સર્ટિફિકેટ આપવા કાર્યપાલક ઈજનેર વર્ગ 1 પિયુષ બાભારોલીયા (રાજકોટ) તથા રાજકોટના જ કાર્યપાલક ઇજનેર વર્ગ ૨ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવા ફરિયાદો પાસે 1 લાખની માંગણી કરેલ, રકઝક અંતે 50 હાજર નક્કી થયેલ
ઉપરોક્ત ઉચ્ચ અધિકારીઓ વતી લાંચની રકમ વચેટીયા શખ્સ સુધીરભાઈ બાવીશી દ્વારા રાજકોટના પારવડી ચોક પુલ નીચે બજરંગ ટી સ્ટોલ પાસેથી સ્વીકારતા છટકામાં ઝડપાયેલ
ફરીયાદી ભાગીદારીમાં સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં યાંત્રીક રાઇડસનો ધંધો કરતા હોય અને અગાઉ ફરીયાદીએ ભાગીદારીમાં રણુજા તા.કાલાવડ જી.જામનગર ખાતેના લોકમેળામાં યાંત્રીક ચકડોળ (રાઇડસ)નો ધંધો કરેલ ત્યારે આ કામના આરોપી નંબર-(૧) અને (૨)નાઓ હોદ્દાની રૂએ ચેકિંગમાં ગયેલ ત્યારે આરોપી નંબર(૨)નાએ ફરીયાદીશ્રીને યાંત્રીક ચકડોળ (રાઇડસ)નુ ફીટનેસ સર્ટી આપવાના રૂ.૧,૦૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રકજકના અંતે રૂ.૫૦,૦૦૦/- આપવાનું નક્કિ કરેલ.
જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીશ્રીએ મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નંબર(૧)નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ આરોપી નંબર(૩)ને આપવાનું કહેતા આરોપી નંબર (૩)નાએ ફરીયાદીશ્રી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૫૦,૦૦૦/- સ્વીકારી આરોપી નંબર-(૩) સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ છે. તેમજ ઉપરોકત ત્રણેય આરોપીએ એકબીજાને મદદગારી કરી, પકડાય જઇ, ગુન્હો કર્યા હતો
ટ્રેપિંગ અધિકારી પી.એ.દેકાવાડીયા,પોલીસ ઇન્સ્પેકટર,એ.સી.બી. પો.સ્ટે., મોરબી તથા સ્ટાફ. જયારે સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ,મદદનીશ નિયામક,એ.સી.બી. રાજકોટ એકમ,રાજકોટ.રહ્યા હતા
(9:55 PM IST)










