તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ગેંગવોરમાં ૧૧ ઓળખાયાઃ ફાયરીંગ-હત્યાની કોશિષનો ગુનો
મંગળા રોડની પ્રગતિ હોસ્પિટલમાં દાખલ જાવેદભાઇ જુણેજાના જમાઇ અબ્દુલ્લા ઉર્ફ દુલીયો, તેનો દિકરો શાહનવાઝ, શાનવાઝનો મિત્ર સમીર ઉર્ફ મુરગો સહિતના ઉપર આઇ-૨૦માં આવેલા ચાર પૈકીના પરેશ ગઢવી ગેંગના મેટીયો ઝાલા, ભયલુ ગઢવીએ ધડાધડ ફાયરીંગ કર્યાઃ નજીકને શેરીમાં જાવેદભાઇનો દિકરી સમીર ઉર્ફ સંજલો ઉભો હોઇ તેણે આઇ-૨૦ પર વળતા ભડાકા કર્યાઃ બંને ગેંગે પોલીસને જાણ કરવાનું ટાળ્યું: પીએસઆઇ સત્યજીતસિંહ મહેન્દ્રસિંહ રાણા બન્યા ફરિયાદી : એ-ડિવીઝન પોલીસે પરેશ ગઢવી ગેંગના મેટીયો ઝાલા, ભયલો ગઢવી, મોન્ટુ કોળી, હિમ્મત ઉર્ફ કાળુ લાંગા અને મુરગા ગેંગના સમીર ઉર્ફ સંજલો જુણેજા, અબ્દુલ્લા ઉર્ફ દુલીયો, શાહનવાઝ અબ્દુલ્લા, તેના મિત્રો સમીર ઉર્ફ મુરગો, સોહિલ ચાનીયા, સોહિલ દિવાન અને અમન પીપરવાડીયા સામે ફરિયાદ દાખલ કરી : ફાયરીંગમાં એક્ટીવા અને પાણીના ટેન્કરમાં ગોળીઓ ખુંપી ગઇઃ કોઇને ઇજા ન પહોંચીઃ હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ થઇઃ પોલીસે ફૂટેજને આધારે તમામને ઓળખ્યાઃ અબ્દુલ્લા ઉર્ફ દુલીયા ધાડાની પુછતાછ થતાં વિગતો ખુલી : બંને ગેંગ સામે અગાઉ ગુના હોઇ વધુ એક-એક ગુનામાં કાનુની કાર્યવાહીનો સામનો કરવો ન પડે તે માટે થઇ પોલીસને જાણ જ ન કરી : પરીયા ગઢવીની ગેંગના મોટા ભાગના સાગ્રીતો સકંજામાં

રાજકોટ તા. ૩૦: મંગળા રોડ પર શહેરના નામચીન પરેશ ઉર્ફ પરીયો ગઢવી ગેંગના મેટીયો ઝાલા, ભયલુ ગઢવી સહિત ચારે ગઇકાલે વહેલી પરોઢે નંબર વગરની આઇ-૨૦ કારમાં આવી પ્રગતિ હોસ્પિટલ બહાર બેઠેલા જંગલેશ્વરના નામચીન સમીર ઉર્ફ મુરગો, તેના મિત્ર શાહનવાઝ, શાહનવાઝના પિતા અબ્દુલ્લા ઉર્ફ દુલીયો ધાડા, સોહિલ ચાનીયા, સોહિલ દિવાન, અમન પીપરવાડીયા સહિતના ઉપર કારમાં આવી આડેધડ ફાયરીંગ કરતાં અને બાદમાં કારમાં ભાગતાં નજીકની શેરીમાં જ અબ્દુલ્લાનો સાળો સંજય ઉર્ફ સંજલો જાવેદભાઇ જુણેજા ફોર્ચ્યુનર કાર લઇ ઉભો હોઇ તેને જાણ થતાં તેણે આઇ-૨૦ને આંતરી તેના પર વળતા ફાયરીંગ કર્યા હતાં. ગેંગવોરની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં બે જગ્યાએ કેદ થઇ હોઇ પોલીસે આ વોરમાં સામેલ ૧૧ જણાને ઓળખી કાઢી હત્યાની ફાયરીંગ, હત્યાની કોશિષ, રાયોટીંગનો ગુનો દાખલ કરી જંગલેશ્વર ગેંગના એકને સકંજામાં લીધો છે. તેમજ પરેશ ઉર્ફ પરીયો ગઢવી ગેંગના મોટા ભાગના સાગ્રીતો સકંજામાં આવી ગયા છે.
પોલીસને ફરિયાદી બની કાર્યવાહી કરવી પડી
ગેંગવોરની આ ઘટનામાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સત્યજીતસિંહ મહેન્દ્રસિંહ રાણાએ ફરિયાદી બની બંને ગેંગના શખ્સો કોઠારીયા રોડ હુડકો ચોકડીએ રહેતાં ભયલો ગઢવી, ૧૫૦ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતાં મેટીયો ઝાલા, રાજકોટના મોન્ટુ કોળી, હિમત ઉર્ફ કાળુ લાંગા-ગઢવી, જંગલેશ્વરના સમીર ઉર્ફ સંજલો જાવીદભાઇ જુણેજા, નિલકંઠ પાર્ક નજીક નિલમ પાર્ક સોસાયટી ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે રહેતાં અબ્દુલ્લા ઉર્ફ દુલીયો ભીખુભાઇ ધાડા, શાહનવાઝનો મિત્ર સમીર ઉર્ફ મુરગો, સોહિલ સિકંદર ચાનીયા, સોહિલ દિવાન ફકીર અને અમન અલ્તાફ પીપરવાડીયા તથા તપાસમાં ખુલે તે તમામ સામે બીએનએસની કલમ ૧૦૯ (૧), ૧૨૫, ૧૩૧, ૧૩૬, ૧૮૯, ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૪ (૨), ૩૨૪ (૪) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ભયલો ગઢવી, મેટીયો ઝાલા, મોન્ટુ કોળી અને હિમત ઉર્ફ કાળુ લાંગાએ અગાઉના ઝઘડાનો ખાર રાખી મંગળા રોડ પર નંબર પ્લેટ વગરની આઇ-૨૦ કારમાં આવ્યા હતાં. બાદમાં ભયલો અને મેટીયાએ પોતાની પાસેના હથીયારથી ફાયરીંગ કર્યા હતાં. તેમજ સામા જુથના જંગલેશ્વરના સમીર ઉર્ફ સંજલો જુણેજાએ ફોર્ચ્યુનર કારમાં આવી ભયલા ગઢવીની આઇ-૨૦ કાર ઉપર ફાયરીંગ કર્યા હતાં. બાકીનાએ ગેરકાયદે મંળી રચી એક બીજાને જાનથી મારી નાખવાના ઇરાદે આડેધડ ફાયરીંગ કરી હત્યાની કોશિષ કરી જાહેરમાં મારામારી કરી શાંતિનો ભંગ કરી બખેડો કર્યાનો ગુનો દાખલ કરાયો છે.
મુરગાના મિત્રના નાનાને હાર્ટએટક આવતાં ટોળકી હોસ્પિટલ પાસે હતી
પીએસઆઇ એસ.એમ. (સત્યજીતસિંહ મહેન્દ્રસિંહ) રાણાએ જણાવ્યું છે કે હું પોલીસ સ્ટેશને ફરજ પર હતો એ દરમિયાન જાણકારી મળી હતી કે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરીંગનો બનાવ બન્યો છે. જેથી સ્ટાફ સાથે ત્યાં પહોંચી તપાસ કરી હતી. ટીમોએ આસપાસના લોકોની પુછતાછ કરી હતી તેમજ અલગ અલગ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા હતાં. પ્રગતિ હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ નાડોદાનગરના રમેશભાઇ ચનાભાઇ વાઘેલાની પુછતાછ કરતાં તેણે કહેલું કે-હોસ્પિટલમાં દાખલ જાવેદભાઇ જુસબભાઇ જુણેજાના સગા ઉપર રાત્રીના ફાયરીંગ થયું હતું. આ પછી અમે આ દર્દીના સગા અબ્દુલ્લા ભીખુભાઇ ધાડા ત્યાં હાજર હોઇ તેની પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે-દર્દી જાવેદભાઇ જુણેજા મારા સસરા થાય છે. તેમને અમે ૨૮/૧૦ના રોજ હાર્ટએટેક આવવાને કારણે પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.
રેકી કરી મેટીયો, ભયલો, મોન્ટુ ને કાળુ આવ્યા
અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે બાદમાં હું અને મારા પત્નિ રોશન, સાળી યાસ્મીનબેન અલ્લારખા જુણેજા, મારો દિકરો શાહનવાઝ, દિકરાનો મિત્ર સમીર ઉર્ફ મુરગો, સોહિલ સિકંદરભાઇ ચાનીયા, સોહિલ દિવાન ફકીર, અમન અલ્તાફભાઇ પીપરવાડીયા તથા બીજા મિત્રો પ્રગતિ હોસ્પિટલ ખાતે નીચે બેઠા હતાં. મારો સાળો સમીર ઉર્ફ સંજલો જાવેદભાઇ જુણેજા હોસ્પિટલથી આગળ બીજી હોસ્પિટલ આવેલી છે ત્યાં સફેદ કલરની ફોર્ચ્યુનર કાર પાસે હતો. અમે બધા પ્રગતિ હોસ્પિટલ પાસે બેઠા હતાં ત્યારે વહેલી પરોઢે સાડા ત્રણેક વાગ્યે એક કાળા કાચવાળી નંબર વગરની સ્વીફટ ગાડી સૂર્યકાંત હોટલબાજુથી ટાગોર રોડ તરફ ગઇ હતી. પછી આ કાર ફરીથી આવી હતી. આ દરમિયાન મારો મિત્ર મોહસીન ઉર્ફ ચીનલો દિલાવર કુરેશી તેની થાર ગાડી લઇને આવ્યો હતો.
નંબર વગરની આઇ-૨૦માંથી ઉતરીને ભડાકા કર્યા
આની પાછળ પાછળ એક આઇ-૨૦ કાર આવીને ઉભી હતી, સફેદ રંગની આ કારમાં નંબર પ્લેટ નહોતી. તેમાંથી ચાર શખ્સો ઉતર્યા હતાં અને તેમાંથી બે જણાએ અમારા ઉપર ફાયરીંગ ચાલુ કર્યા હતાં. આ ફાયરીંગ કરનારામાં એક પુનીતનગરનો મેટીયો ઝાલા અને બીજો ભયલુ ગઢવી હતો. અન્ય બે શખ્સોના હાથમાં ધોકા હતાં. મેટીયા અને ભયુલુએ સીધા અમારા પર આડેધડ ફાયરીંગ કરતાં અમે ડરીને બધા હોસ્પિટલના ગેઇટ તરફ જતા રહ્યા હતાં. ફાયરીંગમાં અમને કોઇને ઇજા થઇ નહોતી. આ પછી મેટીયો, ભયલુ સહિત ચારેય તેની કારમાં બેસી ભાગવા માંડતા અમે પાછળ દોડયા હતાં. ત્યાં મારો સાળો સમીર ઉર્ફ સંજલો તેની ફોર્ચ્યુનર કાર લઇ આગળની શેરીમાં બેઠો હોઇ તેને ખબર પડતાં તે કાર લઇને બહાર નીકળવા જતાં સામેથી મોહસીન ઉર્ફ ચીનલો થાર લઇને નીકળતાં તેની સાથે ફોર્ચ્યુનર ભટકાઇ ગઇ હતી.
સમીર ઉર્ફ સંજલાએ આઇ-૨૦ પર ફાયરીંગ કર્યા
બાદમાં મારા સાળા સમીર ઉર્ફ સંજલાને ચીનાલએ કહેલું કે-પાછળની આઇ-૨૦ કારમાં ભયલો ગઢવી અને મેટીયો ઝાલા છે એ ફાયરીંગ કરે છે. જેથી મારા સાળાએ પણ તેની કારમાંથી હથીયાર કાઢયું હતું અને ભયલો, મેટીયો જે ગાડીમાં હતાં તે ગાડી આવતાં તેના ઉપર મારા સાળાએ પણ આડેધડ ફાયરીંગ કર્યા હતાં. ત્યાં અમે દોડીને આઇ-૨૦ પાછળ પહોચી ગયા હતાં અને હાથમાં પથ્થર લઇ મારવા દોડયા હતાં. પરંતુ એ બધા ભાગી ગયા હતાં. આ ફાયરીંગ દરમિયાન એક ગોળી મારા બ્લુ રંગના એક્ટીવા જીજે૦૩એનએલ-૩૪૦૯ના આગળના ભાગે અને બીજી ગોળીઓ ત્યાં પડેલા પાણીના ટાંકા નં. જીજે૦૩એએક્સ-૮૬૮૯ના કાચમાં લાગી હતી. તેમ વધુમાં અબ્દુલ્લા ધાડાએ કહ્યું હતું.
ઘટના સ્થળેથી છ ફુટેલા કાર્ટીસ, એક ગોળીનો છુંદાયોેલ ભાગ મળ્યા
પીએસઆઇ એસ. એમ. રાણાએ વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં ઘટના સ્થળે પંચનામુ કરવાનું હોઇ એફએસએલ અધિકારીને બોલાવી કાર્યવાહી કરી હતી. ઘટના સ્થળેથી છ નંગ ફુટેલા કાર્ટીસ અને એક ગોળીનો આગળનો છુંદાયેલો ભાગ મળી આવ્યો હતો. આ ઘટના સાગર મેડીકલ સ્ટોર અને પ્રગતિ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ થઇ છે. અમે ફૂટેજ ચેક કરતાં દેખાયુ હતું કે આઇ-૨૦ કારમાં ડ્રાઇવીંગ સીટ પરથી ઉતરી જે શખ્સ ફાયરીંગ કરતો હતો તે મેટીયો ઝાલા હતો, જેને પોલીસ કર્મચારીએ ઓળખી બતાવ્યો હતો. ડાબી બાજુના બીજા દરવાજામાંથી ઉતર્યો તે હિમત ઉર્ફ કાળુ લાંગા હતો, તેમજ પાછળની સીટમાંથી ઉતરી ફાયરીંગ કરનારો ભયલુ ગઢવી હતો.
આ પછી અમે સાગર મેડીકલ સ્ટોરના ફુટેજ ચેક કરતાં સફેદ ટી-શર્ટ ચડ્ડો પહેરેલો શખ્સ સમીર ઉર્ફ સંજલો જુણેજા હોવાનું અને આઇ-૨૦ કાર પાછળ દોડતાં શખ્સોમાં અબ્દુલ્લા ઉર્ફ દુલીયો, શાહનવાઝ, સોહિલ ચાનીયા, સોહિલ દિવાન હોવાનું અલગ અલગ પોલીસ કર્મચારીઓએ ઓળખી કાઢયું હતું. તેમજ અન્ય એક શખ્સ સોહિલ ફકીર, અમન પીપરવાડીયા હોવાનું ખુલ્યું હતું.
આ માથાકુટનું કારણ પુછાતાં અબ્દુલ્લા ઉર્ફ દુલીયાએ જણાવ્યું હતું કે ગત મકર સંક્રાંતિના દિવસે મારા ભાણેજ સોહિલ સિકંદર ચાનીયાને છોકરી બાબતે ગોકુલધામ ક્વાર્ટરમાં માથાકુટ થઇ હતી તે બાબતે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ દાખલ થઇ હતી. ત્યારે મેટીયા ઝાલા અને તેના માણસોએ મારા ભાણેજ સોહિલના હાથ-પગ ભાંગી નાખ્યા હતાં. આ પછી મારા દિકરા શાહનવાઝ અને તેના મિત્ર સમીર ઉર્ફ મુરગાએ મળી પુનીતનગર ટાંકા પાસે પરેશ ઉર્ફ પરીયો ગઢવી ઉપર ફાયરીંગ કર્યુ હતું. તે અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થઇ હતી. બાદમાં તેનો ખાર રાખી ભયલુ ગઢવી, મેટીયો ઝાલાએ ૧૫/૮/૨૫ના રોજ રાતે જંગલેશ્વરમાં મારા દિકરા શાહનવાઝ ઉપર ફાયરીંગ કર્યુ હતું. તે અંગે ભક્તિનગરમાં ફરિયાદ દાખલ કરી હતી. આનો ખાર રાખી હવે મેટીયો ઝાલા, ભયલુ ગઢવી સહિતે કારમાં આવી અમારા ઉપર આડેધડ ફાયરીંગ કરી મારી નાખવાની કોશિષ કરી હતી. જેથી મારા સાળા સમીર ઉર્ફ સંજલો જુણેજાએ પણ વળતા ફાયરીંગ કર્યા હતાં.
ગેંગવોરનું કારણ શું? અગાઉ કેટલા ગુના નોંધાયા એ પણ જાણો
માલવીયાનગર પોલીસમાં તપાસ કરતાં ૧૫/૧/૨૫ના રોજ ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતી પ્રેમિકા સાથે સોહિલ ઉર્ફ ભાણો સિકંદર ચાનીયા હાજર હતો ત્યારે પરીયો ગઢવી, મેટીયો ઝાલા, યાસીન ઉર્ફ ભુરો, મોન્ટુ રોજાસરાએ તેણીનો હાથ પકડી છેડતી કરી હતી અને બિભત્સ માંગણી કરી હતી. એ વખતે સોહિલ ઉર્ફ ભાણાને આ લોકોએ ધોકા ફટકારી પગ ભાંગી નાખ્યા હતાં અને છરીથી ઇજા કરી હતી. આ મામલે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ખાર રાખી ં પરિક્ષીત ઉર્ફ પરેશ ઉર્ફ પરીયો રાજુભાઇ બળદા-ગઢવી ઉપર ૧૫/૨ના રોજ સોહિલ ઉર્ફ ભાણો, નવાઝ, સમીર ઉર્ફ મુરગાએ પુનીતનગર પાસે ફાયરીંગ કરી ગોઠણમાં ઇજા કરી હતી, તે અંગે તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો હતો.
આ પછી ખાર રાખી શાહનવાઝ વેત્રણ પર જંગલેશ્વરમાં ગત ૧૬/૮ના રોજ પરેશ ઉર્ફ પરીયો ગઢવી, ભયલુ ગઢવીએ ફાયરીંગ કર્યુ હતું. આ માથાકુટો વચ્ચે હવે મંગળા રોડ પર હોસ્પિટલ પાસે બંને ગેંગ સામ સામે આવી ગઇ હતી અને ફાયરીંગ કરી એક બીજાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ડરનો માહોલ ઉભો કર્યો હતો. આ બધા શખ્સો વારંવાર ગુનો કરવાની ટેવવાળા હોઇ અને વારંવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડી શહેરની શાંતિ ડહોળતા હોઇ તેમજ બંને પક્ષોએ એક બીજા વિરૂધ્ધ અગાઉ ફરિયાદો નોંધાવી હોઇ હવે નવા ડખ્ખામાં જો બેમાંથી કોઇ પક્ષ ફરિયાદ કરશે તો બંને પક્ષે એક-એક ગુનો દાખલ થવાથી કાયદાકીય કાર્યવાહી શરૂ થવાની બીક હોઇ ફાયરીંગ થયા હોવા છતાં બેમાંથી કોઇ પક્ષે પોલીસને જાણ કરી નહોતી. જેથી અમારે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવવો પડયો છે. તેમ વધુમાં પીએસઆઇ રાણાએ જણાવ્યું છે. આ બનાવની વધુ તપાસ પીઆઇ બી. વી. બોરીસાગર, ભરતસિંહ ગોહિલ અને ડી. સ્ટાફની ટીમ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં કરી રહી છે. હાલ પોલીસે અબ્દુલ્લા ઉર્ફ દુલીયો કે જેણી સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી તે પણ ધમાલમાં સામેલ હોઇ તેને રાઉન્ડઅપ કરી તેમજ પરીયા ગઢવી ગેંગના સાગ્રીતોને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
ગેગવોરનું કારણ શું? અગાઉ કેટલા ગુના નોધાયા ઍ પણ જાણો
માલવીયાનગર પોલીસમાં તપાસ કરતાં ૧૫/૧/૨૫ના રોજ ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતી પ્રેમિકા સાથે સોહિલ ઉર્ફ ભાણો સિકંદર ચાનીયા હાજર હતો ત્યારે પરીયો ગઢવી, મેટીયો ઝાલા, યાસીન ઉર્ફ ભુરો, મોન્ટુ રોજાસરાઍ તેણીનો હાથ પકડી છેડતી કરી હતી અને બિભત્સ માંગણી કરી હતી. ઍ વખતે સોહિલ ઉર્ફ ભાણાને આ લોકોઍ ધોકા ફટકારી પગ ભાંગી નાખ્યા હતાં અને છરીથી ઇજા કરી હતી. આ મામલે ગુનો નોîધાયો હતો. ત્યારબાદ ખાર રાખી પરિક્ષીત ઉર્ફ પરેશ ઉર્ફ પરીયો રાજુભાઇ બળદા-ગઢવી ઉપર ૧૫/૨ના રોજ સોહિલ ઉર્ફ ભાણો, નવાઝ, સમીર ઉર્ફ મુરગાઍ પુનીતનગર પાસે ફાયરીંગ કરી ગોઠણમાં ઇજા કરી હતી, તે અંગે તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો હતો.
આ પછી ખાર રાખી શાહનવાઝ વેત્રણ પર જંગલેશ્વરમાં ગત ૧૬/૮ના રોજ પરેશ ઉર્ફ પરીયો ગઢવી, ભયલુ ગઢવીઍ ફાયરીંગ કર્યુ હતું. આ માથાકુટો વચ્ચે હવે મંગળા રોડ પર હોસ્પિટલ પાસે બંને ગેîગ સામ સામે આવી ગઇ હતી અને ફાયરીંગ કરી ઍક બીજાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ડરનો માહોલ ઉભો કર્યો હતો. આ બધા શખ્સો વારંવાર ગુનો કરવાની ટેવવાળા હોઇ અને વારંવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડી શહેરની શાંતિ ડહોળતા હોઇ તેમજ બંને પક્ષોઍ ઍક બીજા વિરૂધ્ધ અગાઉ ફરિયાદો નોîધાવી હોઇ હવે નવા ડખ્ખામાં જા બેમાંથી કોઇ પક્ષ ફરિયાદ કરશે તો બંને પક્ષે ઍક-ઍક ગુનો દાખલ થવાથી કાયદાકીય કાર્યવાહી શરૂ થવાની બીક હોઇ ફાયરીંગ થયા હોવા છતાં બેમાંથી કોઇ પક્ષે પોલીસને જાણ કરી નહોતી. જેથી અમારે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવવો પડ્યો છે. તેમ વધુમાં પીઍસઆઇ રાણાઍ જણાવ્યું છે. આ બનાવની વધુ તપાસ પીઆઇ બી. વી. બોરીસાગર, ભરતસિંહ ગોહિલ અને ડી. સ્ટાફની ટીમ ઉચ્ચ અધિકારીઅોની રાહબરીમાં કરી રહી છે. હાલ પોલીસે અબ્દુલ્લા ઉર્ફ દુલીયો કે જેણી સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી તે પણ ધમાલમાં સામેલ હોઇ તેને રાઉન્ડઅપ કરી તેમજ પરીયા ગઢવી ગેîગના સાગ્રીતોને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(3:10 PM IST)










