તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
પુસ્તક ‘વિધિઓ-પરંપરાઓ અને સ્વાસ્થ્ય વિજ્ઞાન'નો રવિવારે વિમોચન સમારોહ
મિશન જાગૃતમ ફાઉન્ડેશન દ્વારા કુલગુરૂ ડો. હિતેશભાઇ જાની લિખિત

રાજકોટ તા. ૩૦ : મિશન જાગૃતમ ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ્ય અને વિજ્ઞાન સંબંધી માહીતીઓ સાથે એક પુસ્તક તૈયાર કરાયુ છે. જેનો વિમોચન સમારોહ તા. ર ના રવિવારે બપોરે ૩ થી ૬ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજેલ છે.
‘વિવિધ પરંપરાઓ અને સ્વાસ્થ્ય વિજ્ઞાન' શીર્ષક સાથેના આ પુસ્તકમાં આપણી વિધિઓ અને સંસ્કારોની માહીતી રજુ થઇ છે. ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર અંગેની જાણકારી પણ પીરસવામાં આવી છે.
પુસ્તક વિમોચન સમારોહમાં પૂ. સ્વામી પરમાત્માનંદજી (આર્ષ વિદ્યામંદિર), લોકસભાના સાંસદ પરષોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂસ્તકના લેખક ડો. હિતેષભાઇ જાની (કુલગુરૂ ગૌ વિશ્વ વિદ્યાપીઠ તેમજ પ્રિન્સિપાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર) તેમજ ગુજરાત રાજય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના મુખ્ય વકતા લેખક ડો. હિતેશભાઇ જાની વિધિઓ, પરંપરાઓ અને સાથે સ્વાસ્થ્ય વિજ્ઞાન સાથેના સંબંધ વિષે વિસ્તૃત માહિતી રજુ કરશે. વધુ સંસ્થાના તપન પંડયા (મો.૯૮૭૯૮ ૪૧૦૪૮)નો સંપર્ક કરી શકાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મિશન જાગૃતમ ફાઉન્ડેશનના તપનભાઇ પંડયા, કિર્તીભાઇ વ્યાસ, હિતેશભાઇ કાચા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બથગરીયા)
(3:01 PM IST)










