તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 30th October 2025
ગણાત્રા પરિવાર નિર્મિત મુખ્ય રથનું શોભાયાત્રામાં અનેરૂ આકર્ષણ

રાજકોટ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ગઇકાલે શ્રી જલારામ જયંતી નિમિત્તે નીકળેલ દર્શનીય શોભાયાત્રામાં શ્રીમતી હિનાબેન અને શ્રી રમેશભાઇ કાંતિલાલ ગણાત્રા પરિવાર (વસંત સાઉન્ડ) દ્વારા પોતાની વિન્ટેજ કારમાં લાઇટીંગ, સાઉનડ સિસ્ટમ અને સુશોભનથી મુખ્ય રથ બનાવી પૂ. બાપાની આકર્ષક મૂર્તિ પધરાવવામાં આવેલ. રમેશભાઇએ સમગ્ર રૂટ પર રથ ચલાવેલ. યાત્રામાં રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આયોજકોએ ગણાત્રા પરિવારના ભકિત ભાવને બિરદાવી સન્માન કર્યુ હતું.
(3:57 PM IST)










