<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ગુરૂજીનગર આવાસમાં વિમલ અને તેના પત્‍નિ ચાંદનીની ધમાલઃ રહેવાસી મહિલાઓના ટાંટીયા ભાંગવાની ધમકી

વિમલે પરમારે ‘મારા ઘરના તાળા તોડી તમે બધા ૧ લાખ ચોરી ગયા છો' તેવું આળ મુકી રહેવાસી મહિલાઓ સાથે ડખ્‍ખો કર્યોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો : એક ગૃહિણીએ વિમલને ‘તમે પોતે જ સવારે બે શખ્‍સો સાથે આવીને તમારા તાળા તોડતા હતાં, ખોટુ કેમ બોલો છો?' કહેતાં વધુ ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. ૩૦: સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં શખ્‍સે તેની પત્‍નિ સાથે મળી ઘર બહાર દેકારો કરતાં બીજા રહેવાસી મહિલાઓ એકઠા થઇ જતાં આ શખ્‍સે ‘મારા ઘરના તાળા તોડી તમે બધાએ મળીને ૧ લાખ રૂપિયા ચોરી લીધા છે' તેવું આળ મુકી ગાળો દઇ બધાના ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતાં અને તેણીની પત્‍નિ પણ વારંવાર સોસાયટીના રહેવાસીઓ સાથે ડખ્‍ખા કરી હેરાન કરતી હોઇ પોલીસે બંને વિરૂધ્‍ધ કાર્યવાહી કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના ક્‍વાર્ટર-૧૬૭માં રહેતાં જયશ્રીબેન વિજયભાઇ વાઘેલા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી તેનાજ પડોશમાં રહેતાં વિમલ પરમાર અને તેની પત્‍નિ ચાંદની પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. જયશ્રીબેન વાઘેલા પરિવાર સાથે રહે છે. તેમણે જણાવ્‍યું હતું કે અમારી સોસાયટીમાં રહેતાં વિમલ પરમાર અને તેના પત્‍નિ ચાંદની પરમાર બપોરે બે અઢી આસપાસ દેકારો કરતાં હોઇ જેથી માણસો ભેગા થઇ ગયા હતાં. આ વખતે હું પણ ત્‍યાં ગઇ હતી. ત્‍યારે વિમલ બોલતો હતો કે મારા ઘરના તાળા તોડીને ૧ લાખ રૂપિયા કોણ ચોરી ગયું છે?

મારે પચ્‍ચીસેક દિવસ પહેલા ઘર પાસે પાણી ઢોળવા મામલે વિમલ અને તેના પત્‍નિ ચાંદની સાથે બોલાચાલી થઇ હોઇ તે વખતે મારી દિકરી રીધ્‍ધીબેન જે અમારા ઘરે રિસામણે હોઇ વિમલે તેણીને પણ ગાળો દીધી હતી. ફરીથી તે બપોરે દેકારો કરતો હોઇ માણસો ભેગા થયા હોઇ હું પણ ત્‍યાં ગઇ હતી. જેથી અગાઉનો ખાર રાખી વિમલે મારી સાથે ઝઘડો કર્યો હતો.

દરમિયાન સોસાયટીના રીટાબેન વિજયભાઇએ મને કહેલું કે આજે (૨૯મીએ) સવારે પાંચ વાગ્‍યે વ્‍મિલ પરમાર રિક્ષા લઇને બે શખ્‍સો સાથે આવ્‍યો હતો અને પોતે જ તેના ઘરના તાળા તોડતો હતો. આથી સોસાયટીના લોકો ભેગા થયા હોઇ એ લોકોએ વિમલને તમે કેમ ખોટુ બોલો છો? કહેતાં તેણે ઉશ્‍કેરાઇજઇ અમારી સાથે ગાળાગાળી કરી હતી અને બધાને મારી નાખવાની ધમકી આપી હતી.

આ વખતે સોસાયટીના રહેવાસીઓ ખુશ્‍બુેબન ગોસ્‍વામી, નીતાબેન ચોૈહાણ, મનિષાબેન મસુરીયા, વીણાબેન ગોહેલ, રંજનબેન સરવૈયા, સોનલબેન ગોહેલ, અલ્‍કાબેન કાકુ, હીનાબેન ગોસ્‍વામી, જલ્‍પાબેન ચોૈહાણ, દીશાબેન પરમાર સહિતના હોઇ મને તથા આ બધા બહેનોને વિમલે ગાળો દઇ તમે બેધાએ ભેગા થઇને મારા ઘરના તળાા તોડી એક લાખ ચોરી લીધા છે તેવો આરોપ મુકી માથે જતાં અમારા બધાના ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. વિમલની પત્‍નિ ચાંદની પણ આ રીતે બધા સાથે માથાકુટ કરી હેરાન કરતી હોઇ બંને વિરૂધ્‍ધ અમારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં જયશ્રીબેન વાઘેલાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ હિતેષભાઇ જોગડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:19 PM IST)