<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

એસ્‍ટ્રોન ચોકમાં પાંચ વર્ષની બાળકીના ગળામાંથી કાર ડ્રાઇવરે ચેઇન ચોરી લીધો'તો

રૈયા રોડના મહિલા પતિ, દિકરી સાથે ફોન ખરીદવા આવ્‍યા ત્‍યારે તેના કાર ડ્રાઇવર વિવેકે હાથ અજમાવ્‍યો હતોઃ વેંચવા નીકળતાં એ-ડિવીઝનના કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, કોન્‍સ. ધર્મેશભાઇ ખાડેખાની બાતમી પરથી ગુનો ડિટેક્‍ટ થયો

રાજકોટ તા. ૩૦: રૈયા ચોકડી નીક બાદલ એપાર્ટમેન્‍ટમાં રહેતાં મિનાક્ષીબેન જતીનભાઇ દવે નામના ૩૪ વર્ષના મહિલા તેની ૦૫ વર્ષની દિકરી આર્યાને લઇને પતિ સાથે કારમાં બેસી એસ્‍ટ્રોન ચોકમાં ઉમિયા મોબાઇલમાં મોબાઇલ ખરીદવા ગયા ત્‍યારે દિકરી આર્યા અંદર રમતી હોઇ તેના પર વોચ રાખવા ડ્રાઇવર વિવેકને સુચના આપી હતી. આ વખતે ડ્રાઇવર વિવેક આર્યાને બહાર રમવા લઇ ગયો હતો. થોડીવાર બાદ તે આર્યાને લઇ દુકાનમાં આવતાં તેણીના ગળામાં રૂા. ૬૦ હજારનો પેન્‍ડન્‍ટ સાથેનો ચેઇન જોવા ન મળતાં ડ્રાસવરની પુછતાછ કરતાં તેણે પોતાને ખબર નથી તેવુ કહેતાં આ મામલે એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં આ ચોરી ડ્રાઇવરે જ કર્યાનું ખુલતાં તેની ધરપકડ કરાઇ છે.

ચોરીનો બનાવ બન્‍યા બાદ એ-ડિવીઝન ડી. સ્‍ટાફની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડકોન્‍સ. કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા અને કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખાને બાતમી મળી હતી કે એક શખ્‍સ ચોરાઉ ચેઇન વેંચવા શાષાી મેદાન પાસે આવ્‍યો છે તેના આધારે સકંજામાં લઇ તલાસી લેતાં રૂા. ૬૦ હજારનો ચેઇન મળી આવ્‍યો હતો. પુછતાછ કરતાં પોતાનું નામ વિવેક કાંતિભાઇ મોઠીયા (ઉ.વ.૨૭-રહે. સોમનાથ સોસાયટી-૩) જણાવ્‍યું હતું. ફરિયાદીની કારનો આ ડ્રાઇવર હોઇ પૈસાની જરૂર હોવાથી બાળકીના ગળામાંથી ચેઇન કાઢી લીધો હતો. જો કે વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો.

ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વીરસોડીયા, ધારાભાઇ ગઢવી, કનુભાઇ બસીયા, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી.

(3:20 PM IST)