તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
શહેર કોંગ્રેસ દ્વારા જલારામ બાપાની શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટઃ ૨૨૬મી જલારામ જયંતી નિમિત્તે રાજકોટ શહેરમાં ચૌધરી હાઈસ્કૂલના મેદાનથી સંતોના આશીર્વાદ પૂજન સાથે શરૂ થયેલી શોભાયાત્રાનું ઠેર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોટી ટાંકી ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી અને હારતોરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રાના સ્વાગત કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, મુકુંદભાઈ ટાંક, ડી.પી. મકવાણા, દીપ્તિબેન સોલંકી, યૂનુશભાઈ જુણેજા, મેઘજીભાઈ રાઠોડ, ડો. નયનાબા જાડેજા, આનંદ વાગડીયા, ભાવેશ વાઘેલા, મુકેશભાઈ મકવાણા, બિંદિયાબેન તન્ના, ચિંતન દવે, સલીમભાઈ કારિયાણી, મેરૂનબેન કુરેશી, પ્રતિકભાઇ, ધર્મેશભાઈ સોલંકી, ભાવેશભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:47 PM IST)










