News of Thursday, 30th October 2025
૧૬ નવેમ્બરથી રાજકોટમાં ગાદેશા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ...
જાણીતા ઉદ્યોગપતિ મોટા ગજાના દાતા વસંતભાઇ કહે છે કે દેશ વિદેશના ધર્મપ્રેમી લોકો માટે યુ ટયુબ પર કથાનું લાઈવ પ્રસારણ થશે... : ૧૨મી નવેમ્બર સુધી દિવ્ય દૃશ્યો..જાણીતા કથાકાર કૌશિકભાઈ ભટ્ટના શ્રી મુખેથી કથાનું રસપાન થશે...

રાજકોટઃ ગાદેશા પરિવાર દ્વારા તેમના ઘડતરના ઘડવૈયાઓ મોક્ષાર્થે યોજાયેલી અદભુત કથામાં ભાવવાહી સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું અમૃતપાન કરાવવામાં આવનાર છે. તેની રસપ્રદ વિગતો અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રોટોટોન પોલીપેક પ્રા.લી.ના મોભી જાણીતા ઉદ્યોગપતિ અને મોટા ગજાના દાતા શ્રી વસંતભાઇ ગાદેશા દ્વારા વર્ણવવામાં આવી તે પ્રસંગની તસ્વીર. ઉકત સમયે દોલતભાઇ ગાદેશા તથા ગાદેશા પરિવાર સાથે પારિવારીક સંબંધ ધરાવતા જગદીશભાઇ ગણાત્રા દ્રષ્ટિગોચર થાય છે.
રાજકોટ, તા.૩૦: જે પરિવારના ૭ વર્ષના બાળકને ૭ પેઢીના નામો મોઢે ફટાફટ બોલી શકે છે તેવા જાણીતા ગાદેશા પરિવાર દ્વાર પોતાના પિતળઓના મોક્ષાર્થે તા ૬ નવેમ્બરને ગુરુવારથી તા ૧૨ મી નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરું આયોજન રાજકોટના મોઢ વણીક વિદ્યાર્થી ભવન રાજપૂતપરા શેરી નંબર ૫ ફ્લેવર્સ હોટલની સામેની શેરી, પીતાંબર નગર ખાતે અદભુત આયોજન કરવામાં આવ્યું હોવાનું અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને રૂબરૂ નિમંત્રણ આપવા આવેલ જાણીતા ઉદ્યોગપતિ અને મોટા ગજાના દાતા શ્રી.વસંતભાઈ ગાદેશા દ્વારા જણાવાયુ હતું.
દરરોજ બપોરે ૩થી ૭ અને રવિવારે સવારે ૯થી ૧૨.૩૦ દરમિયાન કથાનો સમય રહશે તેમ દોલતભાઈ ગાદેશા જણાવે છે.
કથાનું રસપાન સુપ્રસિદ્ધ કથા વક્તા રાણસીકી નિવાસી પૂજ્ય ગીરજાશંકર ઓધવજી ભટ્ટના સુપુત્ર જાણીતા કથાવકતા શાષાી શ્રી. કૌશિકભાઈ ભટ્ટના શ્રી મુખે થશે, રાજકોટ તથા સમગ્ર દેશના ભાવિક ભક્તો લાભ લઈ શકે તે માટે યુ ટયુબ પર લાઇવ પ્રસારણ કરવાનો અમારા પરિવાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મોટા ગજાના ઉદ્યોગપતિ સાથે મોટા ગજાના દાતા એવા વસંતભાઈ ગાદેશા દ્વારા જણાવાયુ છે. અકિલા પરિવારની મુલાકાત સમયે દોલતભાઈ તથા ગાદેશા પરિવાર સાથે પારિવારિક નાતો ધરાવતા સિનિયર પત્રકાર, લેખક અને કિલમિનિસ્ટ જગદીશભાઈ ગણાત્રા પણ સાથે રહ્યા હતા.
ગાદેશા પરિવાર માતુશ્રી કસ્તુરબેન તથા જીવનભાઈ પીતાંબર, માતુશ્રી સાકરબેન તથા છગનભાઈ પીતાંબર, માતુશ્રી નંદુબેન તથા વનમાળીભાઈ જીવનભાઈ, માતુશ્રી હેમીબેન તથા ગીરધરભાઈ જીવનભાઈ, માતુશ્રી લાભુબેન તથા મકનજીભાઈ જીવનભાઈ, માતુશ્રી સવીતાબેન તથા પ્રભુદાસભાઈ જીવનભાઈ, માતુશ્રી પ્રભાબેન તથા કાનજીભાઈ છગનભાઈ, માતુશ્રી મણીબેન તથા કેશવજીભાઈ છગનભાઈ, ગાદેશા પરિવાર
સહ યજમાન
શ્રીમતિ ભાવનાબેન તથા શ્રી વસંતરાય મકનજીભાઈ, શ્રીમતિ ભારતીબેન તથા શ્રી સુરેશભાઈ મકનજીભાઇ, શ્રીમતિ અર્પિતાબેન તથા શ્રી પ્રકાશભાઈ મકનજીભાઈ, શ્રીમતિ પુજાબેન તથા શ્રી ચિરાગભાઈ વસંતરાય, શ્રીમતિ પુનમબેન તથા શ્રી દેવાંગભાઈ વસંતરાય, શ્રીમતિ અંકીતાબેન તથા શ્રી ઉજાસભાઇ પ્રકાશભાઇ,શ્રીમતિ રૂપલબેન તથા શ્રી હાર્દીકભાઈ પ્રકાશભાઈ, મનન - આર્ય - સોહમ - વિહાન - વળતિ ધ્યાના હીરવા.
‘નિમંત્રણ'
સમગ્ર ગાદેશા પરિવાર ગાદેશા પરિવારનાં ઘડતરનાં ઘડવૈયાઓ માતુશ્રી કસ્તુરબેન તથા જીવનભાઈ પીતાંબર માતુશ્રી સાકરબેન તથા છગનભાઈ પીતાંબર માતુશ્રી નંદુબેન તથા વનમાળીભાઈ જીવનભાઈ માતુશ્રી હેમીબેન તથા ગીરધરભાઈ જીવનભાઈ, માતુશ્રી લાભુબેન તથા મકનજીભાઈ જીવનભાઈ માતુશ્રી પ્રભાબેન તથા પ્રભુરજીભાઈ જીવનભાઈ માતુશ્રી મણીબેન તથા કેશવજીભાઈ છગનભાઈ.
(3:28 PM IST)










