તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ખોડીયાર પાર્કમાંથી ૩.૯૦ લાખનો દારૂ ભરેલી કાર સાથે બાદલસિંહ ઝડપાયો
જુના મોરબી રોડ પર એલસીબી ઝોન-૧ ટીમનો દરોડો હિતેષભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, રવિરાજભાઇ પટગીરની બાતમીઃ પીએસઆઇ બી. વી. ચુડાસમા, મનરૂપગીરી ગોસ્વામી અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૩૦: શહરેના જુના મોરબી રોડ પર ખોડિયાર પાર્ક-૨ના ખુણેથી એલસીબી ઝોન-૧ ટીમે રૂા. ૩,૯૦,૦૦૦નો વિદેશી દારૂ ભરેલી કાર નં.. જીજે૦૧કેવી-૦૨૭૩ સાથે બાદલસિંહ રાજેશસિંહ ભદોરીયા (ઉ.વ.૨૧-રહે. આઇમાતા નગર, ઉમિયાધાર જામનગર રોડ રાજકોટ)ને પકડી લઇ દારૂ, ૨૫ લાખની ફોર્ચ્યુનર કાર કબ્જે કર્યા છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર અને કોન્સ. રવિરાજભાઇ પટગીરને મળેલી બાતમી પરથી આ કામગીરી થઇ હતી. કારમાંથી ૧૮૦ એમએલના રોયલ સ્ટેગના રૂા. ૩,૬૦,૦૦૦ના ૧૨૦૦ ચપલા, ૭૫૦ એમએલની ૧૨ બોટલ, રોયલ ચેલેન્જના ૧૪૪૦૦ના ૪૮ ચપલા મળી આવ્યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હરેશભાઇ પરમાર, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસમાં રાજસ્થાન સાંચોર તરફથી દારૂ લાવ્યાનું આ શખ્સે રટણ કર્યુ હતું.
(3:35 PM IST)










