<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

‘જીંદગી કી તલાશ મેં હમ મોત કે કિતને પાસ આ ગયે...' કાલે સંગીતનો નિઃશૂલ્‍ક કાર્યક્રમ

૧૮થી વધુ ગાયક કલાકારો કુલ ૪૦ ગીતો પીરસશેઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ એકટીવીટી મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા મ્‍યુઝિક સંગીત સદાબહાર ગીતો - જીંદગી કી તલાશ મેં હમ મોત કે કિતને પાસ આ ગયે... કાર્યક્રમ આવતી કાલે યોજાએલ છે.

ગાયક કલાકાર ચંદ્રેશ ફિચડીયા મો.૯૯૨૪૦ ૭૬૯૧૭, દિપકભાઈ ત્રિવેદી, યોગભાઈ પંડયા, અનિલભાઈ માવડીયા,બિપીનભાઈ માંડલિયા, નરેન્‍દ્રભાઇ ખખ્‍ખર, ચંદ્રેશભાઇ ચૌહાણ,યોગેશભાઈ પોકીયા, ડો. અક્ષયભાઈ ગોસ્‍વામી, પ્રમોદભાઈ બક્ષી,વિરેન્‍દ્રભાઈ ગરાચ, રાકેશભાઈ, અતુલભાઈ કાલરીયા, અરવિંદભાઈ દવે, ક્ષિતિજ માત્રવાડીયા, શૈલેષભાઈ જડીયા, કલ્‍પનાબેન ગોસ્‍વામી,નયનાબેન વ્‍યાસ, કાશ્‍મીરબેન સોની, રશ્‍મીબેન પરમાર,નિતાબેન સોની અલકાબેન કેસરીયા તથા લેપટોપ એપોરેટર કમલેશભાઈ ભારદિયા સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ આશિષભાઈ રાઠોડની છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જયેશભાઇ ઉપાધ્‍યાય(બોલબાલા ટ્રસ્‍ટ્રી) સુરેશભાઈ મારું, પી. વી. જાડેજા  (ડી.વાય.એસ.પી.) મનસુખભાઈ વાવેચા, (મુકેશ ફેન ક્‍લબ) જયપાલસિંહ જાડેજા,(સંગમ કરાઓકે સ્‍ટુડીયો) જીજ્ઞેશભાઈ વાગડીયા,(પ્રમુખ સોની યુવા સોશિયલ ટ્રસ્‍ટ રાજકોટ)કિશોરભાઈ ફિચડીયા (રાધે આર્ટ) ઉપસ્‍થિત રહેશે.. હિમાંશુભાઈ પારેખ (અંકિત ગોલ્‍ડ), રાધે મ્‍યુઝિકલ ગ્રુપ પ્રફુલભાઈ સોનેજી  ઉપસ્‍થિત રહેશે.

તા. ૩૧ શુક્રવાર, સમય રાત્રે ૮ થી રાત્રે ૧ કલાકે, સ્‍થળ :-હેમુ ગઢવી હોલ મિની ઓડીટોરીયમ રાજકોટ. આ કાર્યક્રમ નિઃશૂલ્‍ક હોય સંગીતપ્રેમીઓને આમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં ચંદ્રેશભાઇ ફિચડીયા, દિપકભાઇ ત્રિવેદી, અનીલભાઇ માવડીયા, અતુલભાઇ કાલરીયા, નયનાબેન વ્‍યાસ નજરે પડે છે.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

 

(3:43 PM IST)