તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
મનપા દ્વારા નવી હોર્ડિંગ અને કિઓસ્ક સાઇટસ ઉભી કરવા સર્વે
નવા વિસ્તારોમાં ડિવાઇડરો લગાવવાનું આયોજન

રાજકોટ, તા. ૩૦ : શહેરમાં ૨૦૨૦માં નવા પાંચ ગામો ભળ્યા બાદ વિસ્તાર વધતા હવે નવા વિસ્તારોમાં નવી ર્હોડિંગ સાઇટ્સ તેમજ જ્યાં આગળ નવા ડામર રસ્તા અને સેન્ટ્રલ ડિવાઇડરનું નિર્માણ થયું હોય ત્યાં આગળ કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવા માટે એસ્ટેટ બ્રાન્ચ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, ન્યૂ રિંગ રોડ, મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર સહિતના વિસ્તારોમાં ર્હોડિંગ સાઇટ્સ અને જ્યાં સેન્ટ્રલ ડિવાઇડર નિર્માણ થયા હોય ત્યાં કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવામાં આવશે. તદઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ, ન્યારી ડેમ સહિતના પિકનિક પોઇન્ટ્સ કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓની અવરજવર રહેતી હોય ત્યાં નવી ર્હોડિંગ સાઇટ્સ ઉભી કરવાનું વિચારાધિન છે.
(3:56 PM IST)










