<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

રાજકોટ બન્‍યુ જલારામમય.. જલારામના જયજયકાર સાથે શોભાયાત્રા

જલારામધામ ખાતે મહાઆરતી બાદ હજારો જલારામ ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધોઃ લોકડાયરામાં થઇ જમાવટ

રાજકોટઃ શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત  પૂ.શ્રી જલારામબાપાની શોભાયાત્રા- આનંદ- ઉલ્લાસ સાથે સંપન્ન થઇ હતી. સમગ્ર રાજકોટ વીરપુરમય- જલારામમય બની ગયું. જલારામનો જયજયકાર સાથે દિવ્‍ય શોભાયાત્રા નિકળી હતી. જલારામ ભકતો એ- મહાપ્રસાદ લઇ ધન્‍યતા અનુભવી હતી. ચૌધરી હાઇસ્‍કુલના પટાંગણમાંથી શોભાયાત્રાનું જલારામબાપાની જયજયકાર સાથે પ્રસ્‍થાન થયું હતું. ર૦ થી વધુ દાર્શનિક ફલોટસે અનેરૂ-આકર્ષણ જમાવ્‍યું હતું શોભાયાત્રીકોને જલારામબાપાના ખેસ  તથા જલારામ-શરબત દ્વારા સન્‍માન કર્યુ.

શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ મુખ્‍ય રથમાં પૂ. શ્રી જલારામ બાપાની દિવ્‍ય મૂર્તિ તથા આકર્ષક શૃંગાર-દર્શન માટેનો ફલોટસ તૈયાર કરનાર રમેશભાઇ ગણાત્રા, વસંત સાઉન્‍ડ, ડો. અનિલભાઇ દાસાણી તથા પરેશભાઇ તન્‍ના પરિવાર રાજુભાઇ ચોટાઇ, જયેશભાઇ ઉપાધ્‍યાય, સોનલબેન સોમૈયાનું પણ વિશેષ બહુમાન કરાયું.

વિરાણી હાઇસ્‍કુલ-જલારામધામ ખાતે મહાઆરતી, મહાપ્રસાદમાં હજારો ભાવિકોએ પ્રસાદ લીધો ...લોકડાયરાએ અનેરૂ આકર્ષણ જમાવ્‍યું હતું શ્રી રઘુવંશી પરિવાર ચે. ટ્રસ્‍ટના હસુભાઇ ભગદેવની ટીમને અભિનંદન પાઠવી જલારામબાપાના ખેસ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.

શ્રી જલરામ જન્‍મોત્‍સવ સમિતી રાજકોટ દ્વારા આયોજીત પૂ. શ્રી જલારામ બાપાની શોભાયાત્રા ચૌધરી હાઇસ્‍કુલમાંથી પ્રસ્‍થાન થઇ તે પૂર્વે પૂ. શ્રી જલારામ બાપા સમક્ષ ‘‘દિપ પ્રગટાવી'' જલારામબાપાની જય બોલાવવામાં આવેલ આ પ્રસંગે  રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ તથા સર્વે ટ્રસ્‍ટીઓ હોદેદારો તથા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, મનીષભાઇ રાદડીયા-દંડક  કમલેશભાઇ મીરાણી, કાશ્‍મીરાબેન નથવાણી, જસુમતીબેન વસાણી, દિનેશભાઇ કારીયા, અતુલભાઇ રાજાણી, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ભગદેવ, હસુભાઇ ચંદારાણા, ડો. પરાગભાઇ દેવાણી ધવલભાઇ કારીયા, પરેશભાઇ વિઠલાણી, પરેશભાઇ રૂપારેલીયા, ધીરુભાઇ સુચક, અશ્વિનભાઇ રાચ્‍છ, નવીનભાઇ ઠકકર, પ્રકાશભાઇ સુચક, સંજયભાઇ વસંત, પિયુષભાઇ તન્‍ના, અનીલભાઇ રાચ્‍છ, રૂપારેલીયાભાઇ, વર્ષાબેન પાંધી, અમીભાઇ અઢીયા, મયુરભાઇ નથવાણી, નિરવભાઇ રાયચુરા, ઋષિભાઇ ગણાત્રા, કપિલભાઇ નથવાણી, વિશાલભાઇ કેશરીયા, કલ્‍પેશ પોપટ, સંજયભાઇ પોપટ, હિતેન્‍દ્ર વડેરા, માનસીબેન શીંગાળા, બિંદીયાબેન અમલાણી, જાગૃતિબેન ખીમાણી, સોનલબેન સોમૈયા, કરૂલતાબેન સોમૈયા, વિદિતાબેન તન્‍ના, નેહાબેન રાચ્‍છ, સહિતના જલારામ ભકતો ઉપસ્‍થિત રહયા હતા.

સ્‍વાગત પ્રવચન તથા શોભાયાત્રાના અહેવાલ પ્રવિણભાઇ કાનાબાર, કાર્યક્રમ સંચાલન અશોક હિન્‍ડોચા, આભારવિધી રમેશભાઇ ઠકકર દ્વારા કરવામાં આવેલ.

પ્રાસંગીક ઉદબોધન નવાગામ -લાલ હનુમાન મંદિરના અનમોલદાસ બાપુ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, મેયર શ્રીમતી નયનાબેન, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા દ્વારા, ઉદબોધન કરી સર્વને અભિનંદન પાઠવવામાં   આવેલ. 

 

(3:52 PM IST)