તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
પત્નિ ભાવુ રિસામણેથી પરત ન આવતાં ભગવતીપરાનો વિક્રમ ફિનાઇલ પી ગયો
યુવાને જ્યુબીલી બાગમાં પગલુ ભરતાં સારવારમાં

રાજકોટ તા. ૩૧: ભગવતીપરા સુખસાગર હોલ પાસે રહેતાં વિક્રમ મેરાજભાઇ દેત્રોજીયા (ઉ.વ.૨૫) નામના યુવાને સાંજે જ્યુબીલી બગીચામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાનવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે એ-ડિવીઝન પોલીસને કરી હતી. વિક્રમ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો છે અને કંદોઇ કામ કરે છે. તેણે કહ્યું હતું કે તેની પત્નિ ભાવુ પોપટપરામાં એકાદ મહિનાથી રિસામણે છે. તે પરત આવતી ન હોઇ અને પોતાના વિરૂધ્ધ સાસરીયા ખોટી ફરિયાદો કરતાં હોઇ તેના કારણે કંટાળી જતાં ફિનાઇલ પી ગયો હતો. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(3:45 PM IST)










