<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

તું આવી તો ઘઉંની કોઠી-તેલનો ડબ્‍બો ફટાફટ ખાલી થાય છે : ગાંધીગ્રામની પરીણીતાને પતિ અને સાસરીયાનો ત્રાસ

અમારા બાળકો એ જ તારા બાળકો છે તેમ કહી નણંદો બાળકો કરવા દેતી ન હતીઃ પતિ પંકેશ છૈયા સહિત ૭ સામે મહિલા પોલીસ મથકમાં ગુન્‍હો નોંધાયો

રાજકોટ, તા. ૩૧:  તું આવી તો ઘરમાં ઘઉંની કોઠી અને તેલનો ડબ્‍બો ફટાફટ ખાલી થાય છે, તેવા મેણાટોણા આપી ગાંધીગ્રામની પરીણીતા પર ત્રાસ ગુજારનાર પતિ અને સાસરીયા સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ન્‍યુ મહાવીરનગર શેરી નં.૩ માં રહેતા સોનલબેન છૈયા (ઉ.વ.૩પ)એ તેના પતિ પંકેશ રમેશભાઇ છૈયા, સસરા રમેશભાઇ દેસુરભાઇ છૈયા, સાસુ સરોજબેન છૈયા, (રહે. ત્રણેય ગોવિંદ નગર શેરી નં. પ, પ્રજાપતિ વાડી પાસે, ગાંધીગ્રામ-રાજકોટ) મોટા નણંદ કાજલબેન છૈયા, નાના નણંદ નેહલબેન (રહે. બંને અલીયા ગામ, તા. જી. જામનગર) તથા નણંદ શ્રધ્‍ધાબેન રહે. ગામ પીપળીયા તા. લોધીકા સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી સોનલબેનના ર૦ર૪ માં પંકેશ સાથે લગ્ન થયા હતા. આ તેના ત્રીજા લગ્ન છે. લગ્નના થોડા દિવસ બાદ પતિ નાની-મોટી વાતમાં ઝઘડાઓ કરી તું ઉંમરમાં મોટી છો, હવે તું મને જોઇતી નથી, તેમ કહી ઘરમાં પુરી દેતા હતા. તે બિમાર હોવા છતાં પતિ દવા લેવા સાથે આવતો ન હતો.

સાસુ સરોજબેન ફરીયાદી સોનલબેનને મેણા ટોણા મારી કહેતા કે, તું આવી તો ઘરમાં ઘઉંની કોઠી અને તેલનો ડબ્‍બો ફટાફટ ખાલી થવા લાગે છે. સાબુ-સોડા પુરા થઇ જાય છે. તને તો ઘરનું કામ કરવા માટે નોકરાણી તરીકે લઇ આવ્‍યા છીએ. પહેલીને કાઢી તેમ તને પણ કાઢવી છે. અને સસરા પણ ટાપસી પુરાવી ગાળો કાઢતા હતા. નણંદો તું આવી તો ઘરમાં બધુ ખુટવા લાગ્‍યું છે. અમારા બાળકો એ તારા બાળકો છે તેમ કહી બાળકો કરવા દેતા નહી. નાની નણંદ પણ તું ઘરડી પ૦-૬૦ વર્ષની છો. તને ખોટી લાવ્‍યા છો તેમ કહી ત્રાસ ગુજારતા હતા.

ફરીયાદી સોનલબેનની માતાની તબિયત સારી ન હોવાથી તે

 માવતરે એક માસ રોકાતા પતિ અને સાસુ તું માવતરે જ પડી રહે તેમ કહેતા હતા. ગત તા. ૭-૬-રપના રોજ સાસરીયા તેને માવતરે મુકી ગયા હતા. પતિએ અગાઉ એક-બે વખત મેણા ટોણા મારી તમાચા પણ ઝીંકી દીધા હતા.

સોનલબેનની આ ફરી

યાદ અન્‍વયે મહિલા પોલીસે પતિ તથા સાસરીયા સામે  બીએનએસએસની કલમ ૧૭૩ મુજબ ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(2:54 PM IST)