તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
ફલાવર બેડ મંજુર કરવાના નિયમો જાહેરઃ ટુંક સમયમાં અમલવારી
તા.૧ જાન્યુઆરી ૨૦૨૪ પહેલા બનેલા ૩૬૦ થી વધુ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને લાભ : એફએસઆઇમાં આવતુ હોય તો બે ગણો દંડ અને એફએસઆઇથી વધુ હોય તો બાંધકામ જંત્રીના ૧૦૦ ટકાનો દંડ ભરવો પડશે

રાજકોટ તા.૩૧: શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંરો દ્વારા હાઇરાઇઝ અને લો-રાઇજ ઇમારતોમાં ફાલવર બેડના નામે બાલકનીનુ ૨ ફૂટ પહોંળાનું વધારાનું બાંધકામ કરી તેને કાર્પેટ એરિયામાં ફેળવી એફએસઆઇની છૂટછાટ લેવામાં આવતી હતી આ પ્રકારના અંદાજે ૩૬૦થી વધુ બાંધકામો થઇ ગયા બાદ સરકારે ફલાવર બેડને ગેરકાયદેસર ગણાવતા અનેક બિલ્ડિંગોના નવા પ્લાન અને કમ્પલીશન સર્ટી અટકી જતા દેકારો બોલી ગયેલ અને આ મુદ્દે બિલ્ડિર એસો. દ્વાર સરકારમાં છૂટછાટ આપવા રજૂઆત કરવામાં આવેલ તેમજ મ્યુનિ. કમિશનરને પણ સરકારમાં દરખાસ્ત મોકલેલ જેને શરતોને આધીન સરકારે મંજૂરી આપી ૧જાન્યુઆરી-ર૦ર૪ પહેલા તૈયાર થયેલા બાંધકામોને એફએસઆઇમાં આવતા હોય અને વધારાનુ બાંધકામ હોય તે પ્રકારની દંડની રકમ ભરપાઇ કરી બાંધકામ રેગ્યુલર રાઇઝ કરવાની દરેક મનપાને સૂચના આપતા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા અને ટીપી વિભાગમાં રજિસ્ટ્રેશન થયેલા ૩૬૦ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને ટુંક સમયમાં તેનો લાભ મળવા પાત્ર થશે.
વિગત એવી છે કે માત્ર રાજકોટ શહેરમાં પાંચ કે વધુ માળની ઈમારતોની બાલ્કનીમાં દોઢ-બે ફૂટ પહોળાઈનું વધારાનું બાંધકામ કરીને તેને મૂળ બાંધકામમાં ભેળવી દેવાયું છે. આવા આશરે ૬૦ જેટલા હાઈરાઈઝ અને ૩૦૦ જેટલા લો-રાઈઝ હોવાનો અંદાજ છે. આ કારણે અનેક નવા બિલ્ડીંગ પ્લાન અને કમ્પલીશન મહાપાલિકામાં અટકી પડ્યા છે. પરંતુ, બિલ્ડરોની સરકારમાં રજૂઆત બાદ અંતે સરકાર સાથે ગોઠવાઈ ગયું છે. આ અંગે તા.૧સપ્ટેમ્બર-ર૦રપ ના બિલ્ડર એસોસીએશને રજૂઆત અને બાદમાં તા.૯-ઓકટોબર-ર૦રપના મ્યુનિ.કમિશનરે પણ સરકારને દરખાસ્ત કરી હતી. સરકારે રાજકોટના ખાસ કેસમાં તા.૧જાન્યુઆરી-ર૦ર૪ પહેલાના રહેણાંક, વાણિજ્ય સહિતના હેતુ માટેના બાંધકામો કે જેમાં પરવાનગી મેળવાઈ હોય અથવા બાંધકામ શરુ કરાયું હોય તેમને ૦.૬૦ મીટર સુધીની પહોળાઈના પ્રોજેક્શન (વધારાના બાંધકામ) જો એફ.એસ.આઈ.માં આવતું હોય તો ભરવાપાત્ર રકમની બે ગણી રકમ અને .એસ.આઈ.થી વધુ હોય તો બાંધકામની જમીનના જંત્રીના ૧૦૦ ટકા રકમ વસુલીને નિયમબધ્ધ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના ટાઉનપ્લાનીગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ૧જાન્યુઆરી-ર૦ર૪ પહેલા પ્લાન પાસ થયેલ અને બાંધકામો ફલાવર બેડ સાથે પૂર્ણ થઇ ગયા હોય તેવા હાઇરાઇઝ અને લો-રાઇઝ સહિતના ૩૬૦થી વધુ ફાઇલો પેન્ડિંગ છે. સરકારમાં પરિપત્ર આવી ગયેલ હોય આગામી દિવસોમાં તમામ બાંધકામોનો સર્વે કરી માપણી કાર્ય પૂર્ણ કયા બાદ બાંધકામને અનુરૂપ જે દંડની વ્યાખ્યામાં આવતા હોય તે પ્રકારનો દંડ વસૂલી તમામ બાંધકામો રેગ્યુલર રાઇઝ કરવામાં આવશે. તેમજ આ બાંધકામોના ફેલટ તેમજ દુકાનો, ઓફિસોને કોમ્પલીશન સર્ટી આપવાની કાર્યવાહી હાથ ધરાશે. (૯.ર૯)
ફલાવર બેડ રેગ્યુલર રાઇઝના નિયમો
રાજકોટ : તા.૦૧જાન્યુઆરી-ર૦ર૪ પહેલાં રહેણાંક, વાણીજય તેમજ મીક્ષ પ્રકારના હેતુ માટે બાંધકામની વિકાસ પરવાનગી મેળવવામાં આવેલ હોય તેવા પ્રોજેકટસને જ આ જોગવાઈ લાગુ પડશે.
રેરામાં રજીસ્ટર્ડ થયેલ પ્રોજેકટ તેમજ સ્થળે બાંધકામ શરુ કરવામાં આવેલ હોય તેવા પ્રોજેકટસને જ આ જોગવાઈ લાગુ પડશે.
જે તે પ્રોજેકટમાં જો આવા વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એક.એસ.આઈ. ની મર્યાદામાં હોય તો સદર વધારાના બાંધકામને પેઇડ એફ.એસ.આઇ. તરીકે ગણી ભરવાપાત્ર રકમના બે ગણા રકમ વસુલ કરવાની રહેશે.
જે તે પ્રોજેકટમાં જો આવા વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફ.એસ.આઈ. કરતા પણ વધારે થતુ હોય તો સદર વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રીના ૧૦૦ ટકા રકમ વસૂલ કરવાની રહેશે.
સદર પ્રકરણોના ડેવલોપર તથા આર્કિટેક્ટ દ્વારા ભવિષ્યમાં સી.જી.ડી.સી.આર-૨૦૧૭ ની જોગવાઈઓથી વિપરીત કામગીરી કરવામાં આવશે નહીં તે અંગેની બાહેધરી સમુચિત સત્તામંડળ દ્વારા તેઓશ્રી પાસેથી મેળવી લેવાની રહેશે.
અધિનિયમ-૧૯૭૬ તથા સી.જી.ડી.સી.આર-૨૦૧૭ ની અન્ય તમામ જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.
આ હુકમને કોઇ પણ સંજોગોમાં પૂર્વ દ્રષ્ટાંત ગણવાનો રહેશે નહીં.
(3:02 PM IST)










