<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ગાંધીગ્રામના સોમેશ્વર મહાદેવ મંદિરે જલારામ જયંતિની હર્ષોલ્લાસ સાથે ભવ્‍ય ઉજવણી

રાજકોટ : શ્રી ગાંધીગ્રામ રઘુવંશી સેવા સમાજ તથા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર કમિટી ની યાદી જણાવે છે કે હાલમાં જ ૨૨૬ મી જલારામ જયંતિ મહોત્‍સવ ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્‍યો હતો.  આ સંકુલમાં આવેલ સંત શ્રી જલારામ બાપાનું પ્રાણ પ્રતિષ્ઠા પામેલ જાજરમાન મંદિરમાં આ પ્રસંગે મંદિરને ફૂલનો શણગાર, અન્નકુટ તેમજ થાળ ધરવામાં આવેલ.  આ કાર્યક્રમમાં સાધુ સંતોૅતેમજ,રાજકોટના પ્રથમ નાગરિક (મેયર) નયનાબેન પેઢડીયા, પૂર્વ રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી, પૂર્વ રાજકોટ મહાનગર પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, પૂર્વ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, પૂર્વ બાગ બગીચા ચેરમેન  બાબુભાઈ મકવાણા, તેમજ વોર્ડ ૧ તથા ૯ના કોર્પોરેટરો  દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોડીયા, ડો.મોરઝરીયા, હિરેનભાઈ ખીમાણીયા, લલીતભાઇ વાડોલીયા  તથા જયદીપસિંહ જાડેજા ઉપસ્‍થિત રહ્યા હતા.  

(3:13 PM IST)