<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

નરેન્‍દ્રબાપુ દ્વારા સરદાર પટેલને વંદના આપા ગીગાના ઓટલાના મહંત

રાજકોટ, તા.૩૧: આજે ૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મ જયંતિ છે ત્‍યારે ચોટીલાના આપાગીગા-ઓટલાના મહંત અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ લોખંડી પુરૂષને શત શત નમ કર્યા છે. દેશને અખંડ રાખવામાં તેઓના ફાળાને ખાસ યાદ કર્યો છે.

નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું હતું કે, દેશની આઝાદીમાં સરદાર પટેલ સહિતના મહાપુરૂષોનું ખુબ મોટુ યોગદાન રહે છે. લોખંડી મનોબળથી તેઓએ મજબુત ભારતના નિર્માણમાં યોગદાન આપ્‍યું છે. તેમના કદની પ્રતિમા કેવડીયા ખાતે તેઓની સૌથી ઉંચી પ્રતિમા ખાતે જોવા મળે છે. જ્‍યાં દર વર્ષે વડાપ્રધાન જાતે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહે છે.

સરદાર પટેલ ઇતિહાસ રચવા માટે સખ્‍ત પરિશ્રમ કરતા હતા. તેઓ પાસે એક ભારત અને શ્રેષ્ઠ ભારત દ્રષ્ટિકોણ હતો. આઝાદી બાદ રજવાડાને એક કરવા માટે તેમણે સફળ પ્રયત્‍નો કર્યા હતા. આ પ્રયત્‍નો થકી ભારત આજે અખંડ અને મજબુત થઇને ઉભો છે. આવા મહાપુરૂષ ભાવિ પેઢી માટે પણ પ્રેરણારૂપ છે.

આજે તેમ જન્‍મજયંતિએ તેઓના મજબુત વિચારોને આદર્શ બનાવવા અને તેમના સપના પુરા કરવાની નેમ સાથે સૌને સરદાર પટેલનું જીવન ચરિત્ર પોતાના જીવનમાં ઉતારવાની અપીલ પણ નરેન્‍દ્ર બાપુએ કરી છે.

(3:45 PM IST)