<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

રાજકોટમાં આખીરાત વરસ્‍યોઃ પોણા બે ઈંચ

વ્‍હેલી સવારે ૫ થી ૬ ધોધમાર ત્રાટક્‍યો : શહેરમાં છેલ્લા એક સપ્‍તાહથી ધાબળીયુ વાતાવરણ અને વરસાદી માહોલ વચ્‍ચે ગતરાત્રીનાં દસેક વાગ્‍યાની આસપાસ શરૂ થયેલ વરસાદ રાતભર વરસ્‍યોઃ હવામાન ખાતામાં ૩૮.૮ મી.મી. નોંધાયો

વાદળો વિખેરાયા : રાજકોટઃ શહરેમાં આખીરાત માવઠું વરસી ગયું હતું. તો આજે સવારે ૯ વાગે લેવાયેલ ઈનસેટ તસ્‍વીરમાં વાદળો વિખરાયેલા જોવા મળે છે. જો કે આજે પણ અમુક સ્‍થળોએ હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે.

રાજકોટઃ શહેરમાં છેલ્લા એક સપ્‍તાહથી ચાલી રહેલા ધાબળિયા વાતાવરણ અને વરસાદી માહોલ વચ્‍ચે ગતરાત્રીએ ફરી એકવાર કુદરતે પોતાનો કોપ ઠાલવ્‍યો. રાત્રીના દસેક વાગ્‍યાની આસપાસ શરૂ થયેલો વરસાદ આખી રાત વરસતો રહ્યો. જેના કારણે હવામાન ખાતાએ ૩૮.૮ મિલીમીટર (પોણા બે ઈંચ) વરસાદની નોંધ કરી છે.

આ અચાનક આવેલા વરસાદે શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાવવાની સ્‍થિતિ સર્જી છે. નીચાણવાળા વિસ્‍તારોમાં રસ્‍તાઓ પર પાણી ખાબકતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો, જ્‍યારે કેટલાક વિસ્‍તારોમાં વીજપુરવઠો પણ અસ્‍થિર થયો હતો.

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્‍યું કે, આ વરસાદ પヘમિી વિક્ષેભ તથા બંગાળની ખાડીમાંથી આવતા ભેજના પ્રભાવને કારણે થયો છે. આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદથી શહેરના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જે લોકોને ઠંડકનો અહેસાસ કરાવી રહ્યો છે.

શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ધાબળીયુ વાતાવરણ જોવા મળે છે. આ સપ્‍તાહમાં ક્‍યારેક ક્‍યારેક હળવો વરસાદ પડી ગયો હતો. દરમિયાન ગઈકાલે પણ આખો દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા. તો રાત્રીના દસેક વાગ્‍યાની આસપાસ ધીમીધારે ચાલુ થયો હતો. જે આખીરાત ચાલુ રહ્યો હતો. ક્‍યારેક વરસાદનું જોર વધુ જોવા મળતું હતું. વ્‍હેલી સવારે પ થી ૬ એક કલાક વરસાદનું જોર વધુ જોવા મળ્‍યું હતું.

હવામાન આતામાં ૩૮.૮ મી.મી. પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે ભેજનું પ્રમાણ ૧૦૦ ટકા, પવન ૧૦ કિ.મી. અને ન્‍યુનતમ તાપમાન ૨૨ ડીગ્રી નોંધાયેલ છે.

 

(10:51 AM IST)