તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
મારામારીમાં સામેલ અવધ ઢાળ ક્વાર્ટરના વિજય અને અલ્પેશ ઉર્ફે અપુડો પાસામાં
યુનિવર્સિટી, તાલુકા પોલીસમાં ગુનાઓ નોંધાયા હતાં: તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ મહારાજ અને ટીમે વોરન્ટ બજવણી કરી વડોદરા, સુરત જેલહવાલે કર્યા

રાજકોટ તા. ૧: ગુનાખોરી આચરતાં શખ્સોને પાસા તળે ધકેલવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ઝુંબેશ અંતર્ગત વધુ બે શખ્સને પાસામાં ધકેલી દેવાયા છે. જેના વોરન્ટની બજવણી તાલુકા પોલીસે કરી છે.
શરીર સંબંધી ગુનામાં સામેલ એવા બે શખ્સો સામે પાસાની કાર્યવાહી થઇ છે. કાલાવડ રોડ અવધના ઢાળ પાસે આંબેડકરનગર આવાસ યોજના ક્વાર્ટર એ-૩૦૮માં રહેતાં વિજય ત્રિભુવનભાઇ સોલંકી (ઉ.વ.૨૧) તેમજ આંબેડકરનગર ક્વાર્ટર એ-૩૧૨માં રહેતાં અલ્પેશ ઉર્ફ અપુડો નરેશભાઇ મકવાણા (ઉ.વ.૨૭)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શનમાં તાલુકા પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનરે મંજુર કરી હતી. તે અંતર્ગત વિજયને વડોદરા જેલમાં અને અલ્પેશ ઉર્ફે અપુડાને સુરત જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.
આ બંને શખ્સો મારામારીના ગુનાઓમાં સામેલ હતાં. પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ એચ. એમ. મહારાજ, એએસઆઇ ભાવેશભાઇ પરમાર, દિપકભાઇ રાઠોડ, અજયભાઇ ભુંડીયા, કોન્સ. કાનજીભાઇ જારીયા, ભીખુભાઇ મૈવડ, મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, બળભદ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને પીસીબીના એમ. જે. હુણ, રાજુભાઇ દહેકવાલે વોરન્ટ બજવણી કરી હતી.
(11:38 AM IST)










