<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

આખરે મેટોડાના વિવાદાસ્‍પદ વીજ ઇજનેરની બદલીઃએજી વિકાસની નોટીસ કામ કરી ગઇ

આભાર વ્‍યકત કરતા કર્મચારીઓ તથા ટેકનિકલ સ્‍ટાફ

રાજકોટ, તા.૧: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ની નોટિસ અને રજૂઆત અન્‍વયે મેનેજમેન્‍ટ દ્વારા નાયબ ઇજનેર મેટોડાની બદલી પોરબંદર કંપની હિતમાં કરેલ છે જે સંઘ ની ભવ્‍ય જીત છે અને મેટોડા સબ ડિવિઝન ના તમામ કર્મચારીઓ ની હિંમત અને ધીરજ તેમજ નાયબ ઇજનેર વિરુદ્ધ લેખિત રજૂઆત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના ભરોસે કરેલ તે સાર્થક કરવામાં સમગ્ર રાજકોટ ગ્રામ્‍ય વર્તુળ કચેરીના હોદેદારો નું સંકલન નિગમિત કચેરીના હોદેદારો તેમજ મહામંત્રી નો  અને  સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ નો આભાર વ્‍યક્‍ત  કરતો ઠરાવ  પણ કરાયો હતો, તેમ મહેશ દેશાણી એડી સેક્રેટરી જનરલ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની એક યાદી ઉમેરે છે.

અન્‍ય એક યાદીમાં ઉમેર્યા મુજબ  નાયબ ઇજનેર  દ્વારા જે હેરાનગતિ અને માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી તે અંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના એડિશનલ સેક્રેટરી જનરલ મહેશ ભાઈ દેશાણી અને વર્તુળ મંત્રી  ચંદ્રસિંહ વાઘેલા અને પી વી ડાકા ને કરતા તેમના દ્વારા ખાત્રી આપવામાં આવેલ અને તમામ મુદ્દાઓ ની લેખિત રજૂઆત કરવા જણાવેલ જેથી મેટોડા સબ ડિવિઝન ના તમામ કર્મચારીઓ એ લેખિત રજૂઆત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ને આપતા સંઘ દ્વારા લેખિત રજૂઆત મેનેજીંગ ડિરેક્‍ટરને કરતા તાત્‍કાલિક કાર્યવાહી કરી રૂબરૂ મુલાકાત કરી તમામ કર્મચારીઓ ના નિવેદન લીધેલ અને ત્‍યાર બાદ ફરી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અન્‍ય મુદ્દાઓ ની રજૂઆત મેનેજમેન્‍ટ ને કરવામાં આવેલ હતી તે ધ્‍યાને લઈ નાયબ ઇજનેર ની બદલી અન્‍ય વર્તુળ માં કરવામાં આવેલ છે અને મેટોડા સબ ડિવિઝન ના કર્મચારીઓ ની ફરિયાદ નું સુખદ નિરાકરણ આવેલ છે જે બદલ અમો મેટોડા સબ ડિવિઝન ના તમામ કર્મચારીઓ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના હોદેદારો સર્વ  મહેશભાઈ દેશાણી ચંદ્રસિંહ વાઘેલા ડાકા ભાઈ નિગમિત કચેરી અને મહામંત્રી શ્રી તેમજ  બળદેવભાઈ પટેલ નો ખાસ આભાર વ્‍યક્‍ત કરીએ છીએ.

દરમિયાન વીજ તંત્રના અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે, મેટોડાના ડો. ઇજનેર એચ. એચ. ગણાત્રાની પોરબંદર, ચોરવાડના એમ.પી. પરમારની જામનગર અને સાયલાના ઓ.એચ.મોડીયાની મોરબી ખાતે બદલી કરતા હુકમો થયા છે

(2:27 PM IST)