તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
જૈન સમાજનું સ્નેહમિલન સંપન્નઃ જેબીઓ દ્વારા સંકલન
પૂ.ગુરૂભગવંતોએ આર્શીવચન પાઠવ્યાઃ શ્રેષ્ઠીઓએ શુભેચ્છા વરસાવી

રાજકોટઃ જૈન સમાજને વિશ્વભરમાં લાખો હૃદયોથી જોડતી અને એકતાનો દીપ પ્રગટાવતી સંસ્થા ટીમ જેબીઓ જે સતત સમાજની એકતા, સમરસતા અને સહયોગની ભાવના માટે કાર્યરત રહી છે, એણે માત્ર ૨૪ કલાકના સમયગાળામાં એક અવિસ્મરણીય જૈન સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જૈન સમાજના સાધુભગવંતો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ, સંઘપતિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી, ગુરુભગવંતોના આશીર્વાદ સાથે સમાજ એકતાનું દિવ્ય દ્રશ્ય સર્જાયું. આ કાર્યક્રમ એ સાબિત કરી દીધું કે ラ ‘‘જૈન સમાજ એક છે, અને એકતામાં અપરંપાર શક્તિ છે.''
ગુરૂભગવંતો અને મહાનુભાવોએ ટીમ જેબીઓના આ કાર્યને હૃદયપૂર્વક વધાવ્યું અને સંસ્થાના યુવા ફાઉન્ડર હર્ષિલભાઈ પિયુષભાઈ શાહને વિશેષ બિરદાવ્યા. તેમને સમાજના યુવા નેતળત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા અને આશીર્વાદ આપતાં ગુરુભગવંતો, સકળ સંઘના પ્રતિનિધિઓની હાજરીમાં ‘‘૫૦,૦૦૦ + જૈન સમાજના સંઘ જમણ'' ની મહત્વની જવાબદારી સોંપેલ ラ જે કાર્યક્રમમાં ટીમ જેબીઓ તથા હર્ષિલભાઈ શાહ દ્વારા સમાજનું સંકલન કરી સેવા આપવામાં આવશે. ટીમ જેબીઓએ જણાવ્યું કે આ શરૂઆત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ જૈન સમાજની નવી ચેતના, એકતાનો સંકલ્પ અને સમરસતાનો ઉદય છે. નવા વર્ષના પાવન અવસરે રાજકોટના ચારેય ફિરકાના જૈન ગુરુભગવંતો, ટ્રસ્ટીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તારીખ ૨૫ ઓક્ટોબર ના રોજ શ્રી મણિભદ્ર આરાધના ભવન, કસ્તુરબા રોડ ખાતે સવારે ૧૦ થી ૧૨ વાગ્યે એકત્ર થઈ, જૈન સમાજમાં એકતા, તોહ અને આત્મીયતા વધારવા માટેનું અનોખું તોહમિલન યોજ્યું હતું. જેમાં ચારેય ફિરકાઓ કોઈ ધાર્મિક હેતુ કે વિવાદ વગર, માત્ર સ્નેહમિલનના ભાવથી મળ્યાં ラ રાજકોટના જૈન સમાજનો પહેલો અને ઐતિહાસિક પ્રયાસ હતો. કાર્યક્રમની શરૂઆત ગેટ ટુ ગેધર સાથે થઈ અને ત્યારબાદ પૂજ્ય ગુરુદેવોના માંગલિક સાથે નવા વર્ષની શુભાશિષ વાણી થઈ.
પ.પૂ. સુશાંત મુનિ મહારાજ સાહેબ તથા પ.પૂ. મનકચંદ્રસાગર મહારાજ સાહેબની નિશ્રા હેઠળ યોજાયેલ આ સ્નેહમિલનમાં અનેક સાધુ ભગવંતોએ પત્ર દ્વારા પણ આશીર્વાદ આપેલ તેમજ ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
આ ઉપરાંત જીતુભાઈ ચા વાળા, ચંદ્રકાંતભાઈ શેઠ, હેમલભાઈ શાહ (જીતો), ગિરીશભાઈ મેહતા, જયેશભાઈ શાહ (સોનમ ગ્રુપ), રશ્મિકાંતભાઈ મોદી, અનિશભાઈ વાધર વગેરે ૬૨ સંઘો ના પ્રતિનિધિઓ સાથે જોડાયેલ.
કાર્યક્રમની વ્યવસ્થા હર્ષિલભાઈ શાહ અને ટીમ જેબીઓ દ્વારા કરાયેલ. જેમાં હિમાંશુભાઈ મેહતા, ધૈરવભાઈ શાહ, ચિરાગભાઈ સંઘવી, કેતનભાઈ સંઘવી, ડો. હાર્દિકભાઈ શાહ, ગૌરવભાઈ દોશી, મનીષભાઈ (નેમ આર્ટસ), વિશાલભાઈ ગાંધી, પિયુષભાઈ દોશી, જીગરભાઈ કોઠારી સહિત અનેક સેવાભાવી સભ્યોનો સહકાર મળેલ. સાથે જેએસજી, જીતો, અરર્હમ ગ્રુપ, જૈન વિઝન, જીવરક્ષા ફાઉન્ડેશન, જીવદયા ગ્રુપ, વિહાર સેવા, પ્રહલાદ પ્લોટ યુવક મંડળ, ગાંધીગ્રામ યુવક મંડળ. નેપાળ જૈન પરિષદના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા. આ સફળ કાર્યક્રમ માટે જીતુભાઈ ચા વાળા તથા શ્રી મણિયાર જૈન સંઘનો નિઃસ્વાર્થ રીતે સ્થળ તથા સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
(2:28 PM IST)










