<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારની ૧૫ વર્ષની બાળાનું અપહરણઃ શકદાર કિશનની શોધ

બાળા ઘરેથી દૂકાને વસ્‍તુ લેવા ગઇ પછી માતાએ ફોન કરતાં પાંચ જ મિનીટમાં આવુ છું કહીને આવી જ નહિઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧: શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. આ બનાવમાં આજીડેમ પોલીસે અપહૃત  ૧૫ વર્ષની બાળાના પિતાની ફરિયાદ પરથી શકદાર કિશન વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદી ગોંડલ રોડ કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં રહે છે અને સંતાનમાં એક દિકરો તથા દિકરી છે. પોતે મજૂરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે ૩૦/૧૦ના સાંજે સાડા પાંચેક વાગ્‍યે હું કામ પર હતો ત્‍યારે દિકરો મારી પાસે આવ્‍યો હતો અને નાની બહેન ઘરેથી ગૂમ થઇ ગઇ છે તેમ કહેતાં હું ઘરે પહોંચ્‍યો હતો. મારા પત્‍નિએ કહેલું કે દિકરી બપોરે બે વાગ્‍યે દૂકાનેથી વસ્‍તુ લેવા જવાનું કહીને ગયા બાદ પાછી ન આવતાં તેણીને ફોન કરી પુછતાં અને આટલી બધી વાર કેમ લાગી? તેમ કહેતાં તેણીએ અડધે પહોંચી ગઇ છું, પાંચ મિનીટમાં જ આવુ છું તેમ કહ્યું હતું. પરંતુ રાહ જોયા છતાં તે આવી નહોતી. બાદમાં અમે તપાસ કરતાં ખબર પડી હતી કે કોઇ કિશન નામના છોકરા સાથે તેણી વાત કરતી હતી. આ છોકરો પણ તેના ઘરેથી મામાના ઘરે જવાનું કહીને નીકળી ગયો હોઇ તે મારી દિકરીને ભગાડી ગયાની શંકા ઉપજી હતી. તેમ વધુમાં જણાવતાં  પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. કે. વી. જાડજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેણી ઘરેથી નીકળી ત્‍યારે મરૂન કલરનો ડ્રેસ પહેરેલો હતો. તે ઘઉંવર્ણી છે અને ઉંચાઇ આશરે સાડા ચાર ફુટ છે

(2:35 PM IST)