News of Saturday, 1st November 2025
રાજકોટ શહેર-જીલ્લામાં મકાન-પ્લોટ-જમીન-ફલેટની ખરીદીમાં ઘેરી મંદી : દસ્તાવેજમાં રપ૦૦નું ગાબડુ
આવકમાં ઘટાડો : સપ્ટેમ્બરમાં ૧૩૩૦૦ સામે ઓકટોબરમાં ૧૦૮૬૮ દસ્તાવેજ નોંધાયા

રાજકોટ, તા., ૧: રાજકોટ સહિત ગુજરાતભરમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે ઘેરી મંદી છે. તેની અસર રાજકોટ શહેર-જીલ્લામાં પણ ઓકટોબર માસમાં જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં એક મહિનામાં ૧૩૩૦૦ જેટલા દસ્તાવેજો નોંધાયેલ. આ સામે ઓકટોબર મહિનામાં માત્ર ૧૦૮૬૮ દસ્તાવેજો નોંધાયા છે. સરકારને ટોટલ ફી ૮ કરોડ ૯૮ લાખ અને ઉપયોગમાં લેવાયેલ. સ્ટેમ્પ ડયુટી પર કરોડ ૯૦ લાખ અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પ ડયુટી પર કરોડ ૯૦ લાખ થઇને ૬૧ કરોડ ૮૯ લાખની આવક થઇ છે. જે સપ્ટેમ્બરમાં ૮૦ કરોડ આસપાસ હતી.
રાજકોટ શહેરના ૧૮ ઝોનની વિગત જોઇએ તો સૌથી વધુ મોરબી રોડ ઉપર ૧૩૭૪ તો સૌથી ઓછા વીછીંયા ક્ષેત્રમાં ૬૮ દસ્તાવેજો નોંધાયા છે.
અન્ય ઝોનમાં જોઇએ તો રાજકોટ ૮, રૂરલમાં ૬૦૩, કોઠારીયા ૭પ૧, મવડી ૧૧ર૪, મવા ૬૧૯, જસદણ ૩૦૪, ધોરાજી-ઉપલેટા ૩૪ર, જેતપુર પ૪૪, રતનપર ૮૩૪, કોટડા સાંગાણી ૪૩૪, લોધીકા ૭૭૦, રૈયા-: ૮૯૯, રાજકોટ-૧-૭૪૮, પડધરી-ર૦૧, જામકંડોરણા-૮ર અને ગોંડલ ક્ષેત્રમાં ૯૧૧ દસ્તાવેજો નોંધાયા છે.
(3:51 PM IST)










