<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

કમિશન મુદ્દે ગેસ એજન્‍સીઓ આંદોલનના માર્ગે : ૬ નવેમ્‍બરે બાટલા નહિ ઉપાડે

એડી. કલેકટર તથા ત્રણેય ઓઇલ કંપનીના અધીકારીઓને વિસ્‍તૃત આવેદન : બેમુદતી હડતાલની ચેતવણી : હોમ ડિલીવરી ચાર્જમાં પણ વધારો માંગ્‍યો : કમિશનમાં બાટલા દીઠ ૭પ રૂપિયા વધારવા માંગણી : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આવેદન પાઠવાયા

રાજકોટના ગેસ બાટલાની વિતરકોએ એડી. કલેકટરને આવેદન પાઠવી દેખાવો સર્જયા તે નજરે પડે છે. 

રાજકોટ, તા.૧: રાજકોટ સહિત દેશભરના LPG વિતરકોએ પોતાની વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા ભારત સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય સામે ચરણબદ્ધ આંદોલન કરવાની જાહેરાત કરી છે. LPG ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ એસોસિએશન(I) દ્વારા આ અંગેની સત્તાવાર માહિતી પત્ર દ્વારા જિલ્લા કલેક્‍ટર અને સંબંધિત સત્તાધિકારીઓને આપવામાં આવી છે. વિતરકોના આ આંદોલનને કારણે આવનારા દિવસોમાં LPG સિલિન્‍ડરની ડિલિવરી અને અન્‍ય સેવાઓમાં મોટી અસુવિધા ઊભી થવાની શકયતા છે.

મુખ્‍ય માંગણીઓ

 ર્ંહોમ ડિલિવરી ચાર્જ (delivery charge) અને એડમિનિસ્‍ટ્રેટિવ ચાર્જ (administrative charge)ર્ંમાં તાત્‍કાલિક વધારો કરવાની છે.

રૂપિયા ૭૫/-નો વધારો અનિવાર્યઃ વિતરકોએ આગ્રહ કર્યો છે કે હોમ ડિલિવરી અને એડમિનિસ્‍ટ્રેટિવ ચાર્જમાં તાત્‍કાલિક રૂપિયા૩૧.૭૫/- પ્રતિ સિલિન્‍ડર નો વધારો કરવામાં આવે.

 તેમનું કહેવું છે કે, મોંઘવારી અને આંતરરાષ્‍ટ્રીય બજારમાં થતા ફેરફારોના આધારે આ ચાર્જમાં નિયમિત વધારો થવો જોઈતો હતો, પરંતુ મે ૨૦૨૨ પછી તેમાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી, જેના કારણે વિતરકોની આર્થિક સ્‍થિતિ કફોડી બની છે.

નિયમિત સમીક્ષાનું ઉલ્લંઘન વર્ષ ૨૦૧૯ સુધી નિયમિતપણે દર વર્ષે ઓછામાં ઓછો એકવારLPG  વિતરકોના વહીવટી અને ડિલિવરી ચાર્જમાં વધારો થતો હતો. કોવિડ-૧૯ દરમિયાન પણ તેમાં વધારો ન થતાં તેમને ભારે નુકસાન થયું છે. હાલ ૭૩ રૂપિયા કમીશન મળે છે., જે ૧૫૦ કરવાની માંગ છે.

 ભારત સરકાર, પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગઠિત દિનલોઆ સમિતિ (Dinloa Committee)ની ભલામણોનું પણ પાલન કરવામાં આવ્‍યું નથી, જે વિતરકોના અધિકારોનું હનન છે.

આંદોલનના તબક્કાવાર કાર્યક્રમો

LPG  વિતરકોની માંગણીઓ પર કોઈ નક્કર નિર્ણય ન લેવાતા, એસોસિએશને આ મુજબના તબક્કાવાર આંદોલન કાર્યક્રમોની જાહેરાત કરી છેઃ

LPG  ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ એસોસિએશન(I) એ ભારત સરકારને  વિનંતી કરી છે કે તેઓ વિતરકોના ગૌરવપૂર્ણ જીવનનિર્વાહ માટે તેમના હોમ ડિલિવરી અને એડમિનિસ્‍ટ્રેટિવ ચાર્જમાં તાત્‍કાલિક ૭૫/-ના વધારાની માંગ પર હકારાત્‍મક નિર્ણય લે અને ૧૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ મોકલેલા સંકલ્‍પને ધ્‍યાનમાં લઈને સહમતી આપે.

આ આંદોલનમાં ૬ નવેમ્‍બરે રાજકોટ સહિત દેશભરમાં ગેસ બાટલાના નહિ  ઉપાડે, પૈસા જમા નહિ કરે અને ઇન્‍ડેટ પણ નહિ કરે તેવી જાહેરાત કરાઇ છે.

આ લોકોએ આજ ત્રણેય ઓઇલ કંપનીના અધીકારીઓને પણ આવેદન પાઠવ્‍યું હતું. રાજકોટમાં રોજના ૧ાાલાખ બાટલાનું ઘરે-ઘરે વિતરણ થાય છે.

રાજકોટની-૨૦, જીલ્લાની-૭૦, ગુજરાતની ૭૦૦ થી વધુ સહિત દેશભરમાં ૨૫ હજાર એજન્‍સીઓ દ્વારા આંદોલન શરૂ કરાયું છે.

જો સરકાર કમિશન વધારાની માંગણી અંગે યોગ્‍ય નિર્ણય નહી લ્‍યે તો તમામ વિતરકો બેમુદતી હડતાલ પર જશે તેમ પણ ચેતવણી અપાઇ છે.

(3:02 PM IST)