News of Saturday, 1st November 2025
શહેર ભાજપની ટીમમાં કોણ ઇન? કાલથી સેન્સ પ્રક્રિયા
પ્રદેશ કક્ષાએથી બે-બે નિરીક્ષકોની નિમણુંક ૨૦ હોદા માટે ભારે લોબીંગઃ ૩-૩ નામની પેનલ બનાવાશે

રાજકોટઃ ભાજપ દ્વારા પ્રથમવાર શહેર સંગઠનના હોદેદારોની નિમણુંક કરવા, માટે નિરિક્ષકોને મોકલી દાવેદારોની સેન્સ લેવામાં આવશે. જિલ્લાવાઇઝ બબ્બે નિરિક્ષકોની નિમણુંક કરી દેવામાં આવી છે. આવતીકાલથી પાંચ દિવસ સુધી નિરિક્ષકો પોતાને ફાળવાયેલા મથકો ખાતે જઈ દાવેદારોને સાંભળશે તમામ હોદાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવાશે.
ભાજપ દ્વારા શહેર અને જિલ્લા અધ્યક્ષની વરણી માટે પ્રદેશમાંથી નિરીક્ષકો મોકલી સેન્સ લેવામં આવી હતી. દરમિયાન ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, આઠ મંત્રી અને ખજાનચી સહિત. કુલ ૨૦ હોદેદારોની નિમણુંક માટે પણ દાવેદારોને. સાંભળવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે નિરીક્ષણની નિમણુંક કરી દેવામાં આવી છે. આવતીકાલથી આગામી ગૂラરૂવાર સુધી નિરિક્ષકો પોતાને ફાળવેલ મથકો ખાતે જઇ દાવેદારોને સાંભળશે તમામ હોદાઓ માટે ત્રણ ત્રણ નામની પેનલ બનાવવામાં આવશે. જે પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે.૨૦ હોદાઓ માટે સેન્સ લેવાની કાર્યવાહી લાંબી ચાલે તેમ હોય દરેક શહેર માટે ત્રણથી પાંચ દિવસની ફાળવણી કરવામાં આવી છે. દરમિયાન પેનલ બનાવતા પૂર્વ પણ જે તે શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે જેમાં દાવેદારોના નામોનું શોટીંગ કરી પેનલ બનાવવામાં આવશે ચુંટણી વર્ષમાં સંગઠનને પુરતુ પ્રાધાન્ય અને સમય આપી શકે તેવા વ્યકિતને સંગઠનમાં હોદાની ફાળવણી કરાશે.
(3:04 PM IST)










