<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

દુષ્‍યંત સંપટને શહેર ભાજપ મહામંત્રી બનાવોઃ પત્ર બોમ્‍બ

સામાકાંઠાના મનપાના પૂર્વ પદાધિકારી, કોર્પોરેટરોએ ધોકો પછાડયો

રાજકોટ, તા. ૧: શહેર ભાજપના હોદેદારો નિયુકતી માટે આવતી કાલની પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેસ્‍સ ડેકિયા હાથ ધરવામાં આવનાર વિધાનસભા ૬૮ ઝોનમાં શહેર ભાજપના મહામંત્રી તરીકે દુષ્‍યંતભાઇ સંપટ ને બનાવવા સામાકાંઠાના પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ મનપાના પદાધિકારીઓએ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને ધોકો ઉઠવ્‍યો છે.

પાઠવેલ પત્રમાં જણાવાયુ છે કે, પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લા - મહાનગરોમાં સંગઠન સંરચના હાથ ધરવામાં આવેલ છે, તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપના મહામંત્રીની નિમણૂંક માટે પ્રદેશ કક્ષાએ થી નિરીક્ષકો આવી રહ્યા છે ત્‍યારે મહામંત્રી માટેની સેન્‍સ પ્રક્રિયામાં રાજકોટ મહાનગર માંથી અપેક્ષિત શ્રેણીના આગેવાનોને નિરીક્ષકો સાંભળશે જેમાં આપશ્રી અપેક્ષિત છો તો આપશ્રીને વિનંતી છે કે વિધાનસભા-૬૮ ઝોન મહામંત્રી માટે દુષ્‍યંતભાઈ સંપટ ના નામ ની ભલામણ કરવામાં આવે તેવી અમારી લાગણી છે, દુષ્‍યંતભાઈ સંપટના પરિવારજનોમાં તેમના કાકા મહેન્‍દ્રભાઈ સંપટ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, પાર્ટીમાં અનેક ચઢાવ-ઉતાર આવ્‍યા ત્‍યારે પણ પાર્ટીના વફાદાર સૈનિક તરીકે સાથે રહ્યા હતા અને તેની નિષ્ઠાના કારણે ૧૯૯૫ માં કોર્પોરેટર તરીકે પણ ચૂંટાયા હતા, ત્‍યારે પણ કોઈપણ હોદ્દાની અપેક્ષા રાખ્‍યા વગર સામાકાંઠા વિસ્‍તારમાં અનેક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી મહત્‍વનું યોગદાન આપ્‍યું છે અને ખરા અર્થમાં આ પરિવાર પાર્ટીની પંચનિષ્ઠા એટલે, સામાજીક સમરસતાને સાર્થક કરી છે ત્‍યારે દુષ્‍યંતભાઈ સંપટ પણ વર્ષોથી પાર્ટીમાં વિવિધ જવાબદારી સાથે એટલે કે સામાજિક ક્ષેત્રે પણ જોડાયેલા છે, વોર્ડ નં.૬ માં વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને હાલ વોર્ડ નં.૫ ના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી પોતાની શાળામાં જનસંપર્ક કાર્યાલય કહી શકાય તેવી સામા કાઠામાં સક્રિયતાથી કાર્ય કરી રહ્યા છે, ત્‍યારે દુષ્‍યંતભાઈ સંપટને શહેર ભાજપના મહામંત્રી બનાવવામાં આવે તો હાલની રાજકીય પરિસ્‍થિતિમાં પણ શક્‍તિશાળી સાબિત થઈ શકે અને વોર્ડ નં.૩ પાર્ટ, ૪,૫,૬,૧૫,૧૬ ના તમામ કાર્યકર્તાઓની લાગણી અને માંગણી કરવામાં આવી છે.

 જેમાં પોપટભાઇ ટોળીયા, પરાગભાઇ મહેતા, મનોજભાઇ ગરૈયા, ભરતભાઇ રાદડિયા, વિરમભાઇ રબારી, વલ્લભભાઇ દુધાત્રા, રમેશભાઇ પરમાર, મંજુબેન કુગસિયા, રસિલાબેન સાકરિયા, પરેશભાઇ પીપળીયા (પી.પી.), હાર્દિકભાઇ ગોહિલ, પ્રવિણભાઇ આંબલીયા, પરેશભાઇ લિંબાસિયા, અંકિતભાઇ દુધાતરા, દિનેશભાઇ ડાંગર, અનિલભાઇ ચૌહાણ, હરેશભાઇ ધંધુકિયા, મિલનભાઇ લિંબાસિયા, ગેલાભાઇ રબારી, કલ્‍પનાબેન કયાડા, રશ્‍મિબેન ટુડિયા, મુકેશભાઇ રાદડીયા, કલ્‍પનાબેન નગવાડિયા, હાર્દિકભાઇ કુગસીયા, કુલદીપસિંહ જાડેજા, રામભાઇ ગરૈયા, વરજાગભાઇ હુબલ, જીતુભાઇ સુસરા, સંજયભાઇ બગડા, કાંતિલાલ બગડા, રાજેશભાઇ ચાવડા, સતિષભાઇ સીતાપરા, અનિલસિંહ પરમાર, પ્રફુલ માંડલિક, ગૌરવ અમીપરા, જગાભાઇ રબારી, ડેનિશ અણદાણી, કરનભાઇ પરમાર, જયભાઇ કુબાવત, અલ્‍પેશભાઇ ખોખર, સંજયભાઇ તન્ના, સંજયભાઇ ગોસ્‍વામી સહિતના આગેવાનોએ દુષ્‍યંત સંપટને મહામંત્રી બનાવવા સુર પુરાવ્‍યો છે.

(3:05 PM IST)