<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

રા.લો. સંઘના ચેરમેન, જીવનબેંકના એમ.ડી અને અકિલા પરિવારના નરેન્‍દ્રસિંહ જાડેજાનો કાલે જન્‍મદિવસ

વિદ્યાર્થીકાળથી તેમનામાં રોપાયેલા આગેવાનીના બીજ આજે પત્રકારત્‍વ અને રાજકીય, સામાજીકક્ષેત્રે વટવૃક્ષ બની છાંયા પાથરી રહ્યા છે

રાજકોટઃ રા.લો. સંઘના ચેરમેન, જીવન કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના એમ.ડી. અને અકિલા પરિવાર સાથે દાયકાઓથી સંકળાયેલા એવા શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાનો આવતીકાલે તા.૨ ના જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરી વટભેર ૬૫માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

વિદ્યાર્થીકાળથી આગેવાનીના બીજ નરેન્‍દ્રસિંહ જાડેજામાં રોપાયેલા હતા જે આજે પત્રકારત્‍વ અને સહકારી ક્ષેત્રે વટવૃક્ષ બની ઘેઘુર છાંયો બની ગયા છે. નેશનલ સ્‍ટુન્‍ડટ યુનિયનથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ તેઓએ યુવક કોંગ્રેસના અગ્રીમ હરોળના આગેવાન તરીકે અનેક આંદોલનોમાં આગેવાની લીધી હતી. નવા રાજકોટના શિલ્‍પી બની સર્વકાલીન લોકマદયમાં બિરાજમાન થયેલા રાજકોટના પૂર્વ મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી જગદીશનની બદલી થઇ ત્‍યારે તેમની બદલી બંધ રહે તે માટે લોકોમાં ઉદભવેલા રોષને વાચા આપતા આંદોલનની નરેન્‍દ્રસિંહ જાડેજાએ આગેવાની લીધી ત્‍યારે તેમની રાજકીય કારકિર્દીએ નવો વળાંક લીધો હતો. અકિલા સાંધ્‍ય દૈનિકમાં આ સમયે જ પત્રકારત્‍વના શ્રી ગણેશ કરી તેમણે આ ક્ષેત્રે પણ અનોખુ સ્‍થાન પ્રસ્‍થાપિત કરી દીધુ છે. તેમની વિશીષ્‍ઠ કાર્યશૈલી દરેક ક્ષેત્રમાં સ્‍વીકાર્ય બનતી રહી છે. આ ગાળા દરમ્‍યાન તેમણે કોંગ્રેસના કોર્પોેરેટર તરીકે અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા તરીકે કરેલી કામગીરી હરહંમેશ લોકોના મનમષ્‍તીસ્‍કમાં કંડારાઇ ચુકી છે. જીવન કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંકના મેનેજિંગ ડીરેકટર પદેથી તેમણે બેંકની વિકાસગાથા આલેખી છે. એશિયાના સોૈથી મોટા સહકારી સંઘ તરીકે ઉભરી ચુકેલા રાજકોટ-લોધીકા સંઘના ચેરમેનપદે સતત ૨ ટર્મ સુધી કાર્યરત રહી સંઘની પ્રગતિમાં પણ વિશીષ્‍ઠ યોગદાન આપી રહયા છે. તેમના જન્‍મદિન નિમીતે સામાજીક, રાજકીય, સેવાકીય અને ધાર્મિક સંસ્‍થાઓના અસંખ્‍ય મહાનુભાવો તરફથી તેમના પર શુભેચ્‍છા અને આશિવર્ચનોનો ધોધ વરસી રહયો છે. (મો.૯૮૨૪૦ ૭૭૭૯૩)

(3:51 PM IST)