તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિની શોભાયાત્રા-મહાઆરતી-મહાપ્રસાદ અને લોકડાયરાના કાર્યક્રમો સાથે ભાવભેર ઉજવણી

રાજકોટ : રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી જલારામ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકડાયરો, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વિન્ટેજ કારમાં શ્રી જલારામ બાપાની મૂર્તિ રાખી શોભાયાત્રા યોજવામાં આવતા ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ. જેમાં રામ ભકત અને અન્નદાન થકી અલખની અોળખનો માર્ગ વિશ્વભરને બતાવનાર શ્રી જલારામ બાપાના જીવન ચરિત્રને સામાજીક સંદેશ સાથે ફલોટસના માધ્યમથી પ્રદર્શિત કરાયુ હતુ. વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં મહાઆરતી, મહાપ્રસાદ અને લોકડયારો રાખવામાં આવેલ. લોકડાયરામાં લોકસાહિત્યકાર રવિરાજ રઘુવંશી, જયદીપ ખુમાણીઍ સૌને જલારામ ભક્તિમાં રસતરબોળ કર્યા હતા. ચૌધરી હાઇસ્કુલથી પ્રારંભ થયેલ શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી વિરાણી હાઇસ્કુલ ખાતે વિરામ પામી હતી. જયાં રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ. સમગ્ર આયોજનમાં રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ પોબારૂં, કારોબારી ડો. નિશાંત ચોટાઇ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, હરીશભાઇ લાખાણી, કાશ્મીરાબેન નથવાણી, જસુમતીબેન વસાણી, મનીષાબેન ભગદેવ, તરૂબેન ચંદારાણા, વર્ષાબેન પાંધી, દક્ષાબેન દિનેશભાઇ કારીયા, ડો. પરાગ દેવાણી, ચેતન સુરજા, જયેશ ચોવટીયા, અનિરૂધ્ધ મિયાત્રા, રજનીભાઇ ચતવાણી, મયુરભાઇ અનડકટ, અશ્વિનભાઇ બુધ્ધદેવ, ધવલભાઇ કારીયા, કપિલભાઇ નથવાણી, સંજયભાઇ કકકડ, રાજુભાઇ દાવડા, હર્ષદભાઇ રૂઘાણી, કિર્તીભાઇ ગોટેચા, અશોકભાઇ હિન્ડોચા, પ્રવિણભાઇ કાનાબાર, અનિલભાઇ દાસાણી, જીજ્ઞેશભાઇ બરછા, મનુભાઇ જાબનપુત્રા, રમણભાઇ કોટક, નિરૂભા વાઘેલા સહીતના આગેવાનોઍ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠલાણી, પ્રતાપભાઇ કોટકના માર્ગદર્શન હેઠળ થયુ હતુ.
(3:38 PM IST)










