<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

મારા પપ્પા રાતે સુતા પછી જાગ્યા જ નથી, એવું કહી પિતાને હોસ્પિટલમાં લાવનાર દીકરાએ જ કરી હતી પિતાની હત્યા

રાજકોટમાં હત્યાની વધુ એક ઘટના: ગુરૂજીનગર ક્વાર્ટરમાં બનાવ: ગૃહ ક્લેશને લીધે કલ્પેશભાઈ વ્યાસને પુત્ર વૃષભે બોથડ પદાર્થ ઝીંકી ઢાળી દીધા યુનિવર્સિટી પોલીસે આરોપીને સકંજામાં લઈ પુછતાછ શરૂ કરી: બેભાન હાલતમાં મોતની ઘટના પોસ્ટમોર્ટમ બાદ હત્યાની નીકળી

રાજકોટઃ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે જેમાં સાધુ વાવાસણી રોડ પર આવેલા ગુરૂજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ નામના પ્રૌઢને તેના જ દીકરાએ બોથડ પદાર્થના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા છે. બપોરના સમયે દીકરો વૃષભ આ પ્રૌઢને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યો હતો અને પોતાના પપ્પા રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા જ નથી તેમ જણાવતા ડોક્ટરે તપાસીને કલ્પેશભાઈને મૃત જાહેર કર્યા હતા. એ પછી પોલીસ ચોકી દ્વારા યુનિવર્સિટી કોલેજને જાણ કરવામાં આવી હતી. જોકે પોસ્ટમોર્ટમ થતા આ બનાવ હત્યાનો હોવાનો ખુલ્યું હતું. બોથડ પદાર્થના ઘાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે દીકરાને જ શંકાના દાયરામાં રાખી પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યાની વિગતો ખુલ્લી હતી.

 

જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના ક્વાર્ટર તે નં.૨૧૯માં રહેતાં કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ.૫૩) રાતે સુતા બાદ સવારે ન જાગતા.બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો. તેઓ ત્રણ ભાઈ અને એક બહેનમાં વચેટ હતાં અને પ્રાઈવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો વૃષભ છે. બે મહિના પહેલા કમળો થયો હતો અને બાદમાં સારુ થઈ ગયું હતું. તેઓ બીમાર રહેતા હોવાનું દીકરાએ જણાવ્યું હતું.

હોસ્પિટલ પોલીસ ચોકીના સાથે જેનો હાલતમાં મૃત્યુ થયા ની નોંધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરાવી હતી શરૂઆતમાં બનાવ હાર્ટએટેકથી મોતનો કે બીમારીથી મૃત્યુનો હોવાનું જણાયું હતું. 

જોકે પોસ્ટમોર્ટમ વખતે માથામાં કોથળ પદાર્થનો આ થયો હોય તેવી ઈજા હોવાનું સામે આવતા વર્ષે નિષ્ણાંતની મદદ લેવાઈ હતી જેના આધારે આ શંકા સાચી ઠરી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એન પટેલ, પીએસઆઇ બેલીમ, સિધ્ધરાજસિંહ સહિતના સ્ટાફે મૃતકના દિકરા વૃષભની પૂછપરછ કરતા બનાવ હત્યાનો  હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘરના ક્લેશને કારણે ઘટના બન્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. 

શરૂઆતમાં દીકરાએ ઘટનાને કુદરતી મોતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો જો કે પોસ્ટમોર્ટમમાં ભાંડો ફૂટી ગયો હતો. ઝોન -૨ ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધિકા ભારાઈ સહિતની રાહબરીમાં પીઆઈ એચ.એન. પટેલ અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

(7:14 PM IST)