તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 2nd November 2025
રાજકોટ ગુરૂજીનગર આવાસ ક્વાર્ટરની ઘટનામાં સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો દાખલ થયો
પિતા કલ્પેશભાઈ વ્યાસ દારૂ પી ઝગડો કરતા હોઈ પુત્ર ઋષભે છાતી પેટમાં ઢીકા મારતા તે પડી જતાં મોત થયું હતું: યુનિવર્સિટી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ નોંધી : લીવર ખરાબ થઈ ગયું હોઇ પુત્રએ સર્વ5 પાછળ ખૂબ ખર્ચો કર્યો હતો છતા પિતા કલ્પેશભાઈ દારૂ છોડતાં ન હોઈ ઝગડા થતાં હતાં

રાજકોટ: શહેરના સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં રહેતાં રહેતા કલ્પેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ.૫૩)ના મોતની ઘટનામાં યુનિવર્સિટી પોલીસે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધી તેના પુત્ર વૃષભ વ્યાસની ધરપકડની તજવીજ કરી છે.
વધુ વિગતો મુજબ પિતા કલ્પેશભાઈ ઉર્ફે મુન્નાભાઈને દારૂ પીવાની કુટેવને કારણે લીવરની તકલીફ થઈ જતાં પુત્ર ઋષભ (રહે. લક્ષ્મીનગર)એ સારવારમાં ખૂબ પૈસા બગાડ્યા હતાં. છતાં તે સુધરતા ન હોવાથી આ બાબતે પિતા પુત્ર વચ્ચે માથાકૂટ થતાં પુત્રએ પિતાને છાતી અને પેટના ભાગે બે-ત્રણ મુક્કા મારી દેતાં નીચે પડી જતાં તેનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મૃતકના ભાઈ હિતેશભાઈ (ઉ.વ.૫૭, રહે. વસુંધરા એપાર્ટમેન્ટ, મારૂતિનગર)ની કરિયાદ પરથી મૃતકના પુત્ર ઋષભ સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ફરિયાદ નોંધાવતા હિતેશભાઈએ પોલીસને જણાવ્યું છે કે તે પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે નોકરી કરે છે. તેઓ ત્રણ ભાઈ અને એક બહેન છે. તેના નાના ભાઈ કલ્પેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ (ઉ.વ.૫૩) તેની પત્ની કૈલાશબેન સાથે ગુરુજી આવાસ ક્વાર્ટરમાં રહેતા હતાં. તેને સેંતાનમાં એક પુત્ર ઋષભ (ઉ.વ.૨૫) તેને પત્ની સાથે નહીં બનતા ૧૪ વર્ષ પહેલા છૂટાછેડા લઇ લીધા હતાં. તેના પત્ની કૈલાસબેન અને ઋષભ બંને લક્ષ્મીનગરમાં સાથે રહેતા હતાં. કલ્પેશભાઈને ઘણા વર્ષોથી દારૂ પીવાની કૂટેવ હોવાથી આ કૂટેવના કારણે લીવર ફેઈલ થઇ ગયું હતું. આ કૂટેવના કારણે પિતા પુત્રને વારંવાર ઝઘડાઓ થતા હતાં. દોઢેક માસ પહેલાં કલ્પેશભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યારે તેની સારસંભાળ ઋષભે કરી હતી.
દરમિયાન શનિવારે તે નોકરી પર હતા ત્યારે ઋષભે તેને કોલ કરી 'મોટાબાપુ પપ્પા સૂતા છે, ઉઠતા નથી તો તમે ઘરે આવો' કહેતા તે નાના ભાઈ શેખરને આ બાબતે વાત કરી કલ્પેશભાઈના ઘરે ગુરુજી આવાસ ક્વાર્ટરમાં ગયા હતાં.જયાં તેના ભાઈ કલ્પેશભાઈ નીચે સૂતા હતા. જ્યારે ઋપભ ત્યાં હાજર હતો. તેના કાન પાસે લોહી નીકળતું હોય અને છાતીના ભાગે નિશાન જોવા મળતાં ૧૦૮ બોલાવી હતી. તેણે આ બાબતે ઋપભને પૂછતા તેણે જણાવ્યું હતું કે હું રાત્રે અહીં જ રોકાયો હતો. રાત્રે બંને સાથે જમ્યા હતાં. જમ્યા બાદ પિતા દારૂ પીધેલી હાલતમાં હતા અને તેને અને તેના માતાને ગાળો બોલતા હોવાથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. તેને મેં કહેલું કે- તમારી દારૂ પીવાની કૂટેવના કારણે હોસ્પિટલના મારે ખૂબ ખર્ચા થઈ ગયા છે છતાં તમે આદત સુધારતા નથી, તમારાથી કંટાળીને મારા મમ્મી પણ અલગ થઇ ગયા છે' આ સાંભળી તે ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા હતાં. આથી મને ગુસ્સો આવતાં મેં પિતાને છાતીના ભાગે અને પેટના ભાગે બે-ત્રણ મૂક્કા માર્યા હતાં.તે પિતા દારૂ પીધેલી હાલતમાં હોવાથી નીચે પડી ગયા હતા અને નીચે જ સૂઈ ગયા હતા. બાદમાં હું સેટી ઉપર સૂઈ ગયો હતો. ઋષભે વધુમાં કહ્યું કે તે જાગતા પિતાને ઉઠાડ્યા હતા પરંતુ તે નહીં જાગતા તેમને જાણ કરી હતી. ૧૦૮ને જાણ કરી હોઇ આવી જતા બેભાન હાલતમાં મેં પિતા કલ્પેશભાઈને સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.
પોસ્ટમોર્ટમ થતા મોત પેટ અને માથાના ભાગે ભાગે ઈજા થવાથી થયાનું જણાવતા ગાંધીગ્રામ-૨ પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો હતો.
(10:07 AM IST)










