<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ગેંગવોરમાં પિસ્તોલ આપનારને એસઓજીએ ઝડપી લીધો: એએસઆઈ રાજેશભાઈ બાળા તથા હેડકોન્સ સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી

મુરગાગેંગના ત્રણેય આરોપી પણ રીમાન્ડ પર: અંધાધૂંધ ફાયરિંગમાં દેશી પિસ્તોલ આપનાર સંજયરાજસિંહ ઝાલાને પકડી લીધો : આ શખ્સ અગાઉ આઠ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

રાજકોટ: મંગળા રોડ પર થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક ગેંગને હથિયાર આપનાર સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. ૩૨, રહે. લક્ષ્મીવાડી)ને એસઓજીના એ.એસ.આઈ રાજેશભાઈ બાળા તથા પો.હેડ કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજાની ચોક્કસ બાતમી આધારે દેશી પિસ્તોલ સાથે ઝડપી લઈ પિસ્તોલ ઉપરાંત ફોન અને બુલેટ મળી કુલ રૂા.૧.૯૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. બીજી તરફ આ પ્રકરણમાં ઝડપાયેલા મૂર્ગા ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ૬ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. મંગળા રોડ પર આવેલી હોસ્પિટલ પાસે તાજેતરમાં ગેંગ વોરને કારણે બે જૂથ વચ્ચે અંધાધૂંધ ગોળીબાર કર્યાની ઘટનામાં પોલીસે એક ગેંગના સાત આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઇકાલે મૂર્ગા ગેંગના અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા (ઉ.વ.૪૧), સૌયબ ઉર્ફે સોહીલ દિવાન (ઉ.વ.૩૫) અને અમન ઉર્ફે મૂરઘો પીપરવાડીયા (ઉ.વ.૧૯)ની ત્રણેય આરોપીઓને પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.   દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવાયું હતું. આ વ્ય સમયે આરોપીઓ સ્થાનિકોની માફી માંગતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. આ તરફ ફાયરિંગ પ્રકરણમાં હથિયાર આપનાર સંજયરાજસિંહ ઝાલાને એસઓજીએ ઝડપી લઈ પૂછતાછ હાથ-ધરી છે. આરોપી અગાઉ હથિયાર અને મારામારી સહિત ૮ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

ધરપક઼ડ કરી હતી. 

પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ વી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. રાજેશભાઈ બાળા તથા પોલીસ હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, મૌલીકભાઇ સાવલીયા, યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડિયા તથા પો.કોન્સ. અનોપસિંહ ઝાલાએ આ કામગીરી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની રાહબરીમાં કરી છે.

(10:08 AM IST)