<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

રાજકોટની. યુવતીને ઇન્સ્ટાગ્રામથી ફસાવી શારીરિક અને આર્થિક શોષણ: બળાત્કાર છેતરપીંડીનો ગુનો

કેશોદના ધ્રુવ દવેએ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને લગ્નની લાલચ આપી વારંવાર દેહ પિંખ્યો, બાવીસ લાખની મત્તા પણ ખાઈ ગયો: એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ થયો

રાજકોટ: શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે.જેમાં રાજકોટમાં  રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી ૨૧ વર્ષિય યુવતીને કેશોદના શખ્સે ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ બનાવી પ્રેમજાળમાં ફસાવી  લગ્નની લાલચ આપી શોષણ કરી લીધું હતું. આ બારામાં એ ડિવિઝન પોલીસે કેશોદ રહેતાં ધ્રુવ મહેન્દ્રભાઈ દવે વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ શખ્સે યુવતીને કારમાં અને અલગ અલગ હોટલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યાની તેમજ રોકડ સહિત રૂા.૨૨ લાખની મત્તા લઈ જઈ છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર યુવતીનો ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપી સાથે પરિચય થયો હતો. બન્ને ગઇ તા.૪-૧-૨૫ના બસ સ્ટેન્ડના પાછળના વિસ્તારમાં મળ્યા બાદ આરોપીએ તેના માતા-પિતા સાથે યુવતીની વાત કરાવી લગ્ન કરવાનું કહી કારમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે આરોપી તેને તેના ઘર પાસેથી કારમાં બેસાડી હોટલમાં લઇ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ રાત્રે તેના ઘર પાસે મુકી ગયો ગયો હતો. બાદમાં આરોપી યુવતીના થરે ગયો હતો. જ્યાં આરોપીએ તેની માતાને તે યુવતી સાથે લગ્ન કરવાનો છે તેમ વાત કહી હતી. ત્યારબાદ બન્ને ફોનમાં વાતચીત કરતા હતા. એટલું જ નહીં અવાર-નવાર અલગ અલગ હોટેલોમાં -લઈ જતો હતો અને તેને લગ્ન કરવાની વાત કરતો હતો. 

દરમિયાન એપ્રિલ-૨૦૨૫માં પણ આરોપી તેને ચારેક વખત હોટલમાં લઈ ગયો હતો. જ્યાંતેને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં આરોપીએ તેના ફોનમાં વીડિયો પણ ઉતાર્યા હતા. યુવતીએ તેને ના પાડતા આરોપીએ આ વીડિયો અને ફોટાઓ મારે કોઈને બતાવવા નથી. આપણી યાદો માટે જ રાખું છું તેમ કહી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપી તેના માતાના નામનું એક્ટીવા તેની પાસેથી લઇ ગયો હતો. જ્યારે તેના ભાઈના નામની કાર પણ આરોપી પાસે હોવાથી તેને તરત આપવાનું જણાવતા તે બહોના બતાવવા લાગ્યો હતો. આરોપી યુએસડીટીનું કામ કરતો હોવાથી રૂપિયાની માંગણી કરી આમા રૂપિયા રોકી ફાયદો કરાવી આપીશ તેમ કહી વિશ્વાસમાં લઈ રોકડ અને તેના માતાના નામની લોન મળી રૂા.૧૧.૬૩ લાખ તેને આપ્યા હતા. 

આ ઉપરાંત સોનાના ઘરેણા પણ તેને આપ્યા હતા. થોડા દિવસ બાદ આરોપીનો સંપર્ક કરતા થઈ શક્યો ન હતો. જેના થોડા સમય બાદ આરોપીએ વોટસએપ કરી હવે તારા અને મારા સંબંધ પુરા, આજ પછી તું મને ફોન કરતી નહી નહીંતર તારા અને મારા વીડિયો વાઈરલ કરી દઈશ. તારા રૂપિયા પણ ભુલી જજે તેમ કહેતાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં તપાસ શરૂ થઈ છે.

(10:12 AM IST)