તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
મોટી કાર્યવાહી: ઉપલેટાના મોટી પાનેલી ગામે જુગારધામ પર ત્રાટકી LCB! ૫ શખ્સો રૂ.૨.૫૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય LCB ની સફળ રેઇડ: સીમ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસની બાજ નજર; આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ભાયાવદર પોલીસ સ્ટેશન હવાલે કરાયા.

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની સીમ વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર સફળ રેઇડ કરીને જુગારની પ્રવૃત્તિઓ પર સખત પ્રહાર કર્યો છે. LCB ને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી મોટી રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.વી. ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ શ્રી એચ.સી. ગોહિલ સાહેબ અને પો.સબ.ઇન્સ શ્રી આર.વી. ભીમાણી સાહેબે અલગ અલગ ટીમો બનાવી આ રેઇડને અંજામ આપ્યો હતો. મોટી પાનેલી ગામની સીમમાં ચાલતા આ જુગારના ગણનાપાત્ર કેસમાં પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ.૨,૫૨,૫૦૦/- (રૂપિયા બે લાખ બાવન હજાર પાંચસો) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરી બાદ તમામ આરોપીઓને કાયદેસરની આગળની કાર્યવાહી માટે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય LCB ની આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસે કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે.
અટક કરેલ આરોપીઓ
(૧) દીલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. જામજોધપુર તીરૂપતી સોસાયટી પાસે
(૨) કાયાભાઇ ભોજાભાઇ મુંગાણીયા રહે. જામજોધપુર સ્ટેશન પ્લોટ
(૩) મેરાભાઈ કલાભાઇ કલોતરા રહે, જામજોધપુર ખારાવાળ પ્લોટ
(૪) ધર્મેન્દ્રભાઇ વેલજીભાઇ માકડીયા રહે. જામજોધપુર સ્ટેશન રોડ
(૫) મુકેશભાઇ ઝેરામભાઇ કડીવાર રહે. જામજોધપુર વાછાણીની વાવ પાસે
(4:28 PM IST)










