તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
મેટોડાના કારખાનામાં ૩.૩૦ લાખના કેબલ વાયરની ચોરી કરનાર તસ્કર બેલડી પકડાઇ
ચોરાઉ મુદામાલ ખરીદનારને પણ ઝડપી લેવાયોઃ ૩.ર૧ લાખનો મુદામાલ કબ્જે કરાયો

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે. (૪.૪)
રાજકોટ, તા., ૩: મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાંથી ૩.૩૦ લાખના કેબલ વાયર ભરેલા બોક્ષની ચોરી કરનાર તસ્કર બેલડી અને ચોરાઉ મુદામાલ ખરીદનાર શખ્સને મેટોડા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધા હતા.
મળતી વિગત મુજબ ગઇ તા.૧૫/૧૦/ન મોડી રાત્રીના કોઇ અજાણ્યા ઇસમોએ કારખાનાના શેડમાં રાખેલ હરકયુલસ કંપનીના તૈયાર કરેલ ઇલેક્ટ્રીક કેબલ વાયર ભરેલ બોકસ નંફ-૭૭ જે એક બોકસની કિ.રૂા.૪૨૬૮/- મળી કુલ-૭૭ બોકસની કિ.રૂા. ૩.૩૦.૦૨૨/- ની ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ થતા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય. જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા ગોંડલ વિભાગના સુપરવિઝન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી. પો. સ્ટે.ના પો.ઇન્સ. એસ.એચ.શર્માની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમોએ તપાસ કરી ચોરી કરનાર (૧) રવી હસમુખભાઇ દાફડા ઉ.વ. ૨૧ ધંધો-મજુરી રહે. હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ૧ અંજલી પાર્ક, ખોડીયાર સોસાયટી તથા રાકેશભાઇ રમેશભાઇ દાફડા, ઉ.વ.૨૮ રહે. મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૧ અંગલી પાર્ક હનુમાનજીના મંદિર પાસે, મહેશભાઇ આહીરના મકાનમાં ભાડેથી તેમજ ચોરાઉ માલ ખરીદનાર ચોરીનો મુદામાલ રાખનાર આરોપી (૩) ભરત નાનજીભાઇ મકવાણા (ઉ.ર૯) ધંધો ભંગારનો ડેલો રહે. કણકોટ પાટીયા હાઉસીંગ કવાર્ટર બ્લોક નં. ૪ર૪ રાજકોટને ૩.ર૧ લાખના ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
પકડાયેલ રવિ સામે અગાઉ મેટોડા તથા રાકેશ સામે અમરેલી - રાજકોટમાં અગાઉ ત્રણ ગુન્હાઓ નોંધાયો છે.
આ કામગીરી મેટોડા જીઆઇડીસી પો. સ્ટે.ના પો. ઇ. એસ. એચ. શર્મા, એ. એસ. આઇ. મયુરસિંહ અનિરૂધ્ધસિંહ, પો. હેડ કો. યોગીરાજસિંહ અજયસિંહ, ઉપેન્દ્રસિંહ જીતુભા, પો. કો. રાજદીપસિંહ શુભરાજસિંહ, રવુભાઇ ટપુભાઇ, શકિતસિંહ પ્રહલાદસિંહ ભાર્ગવભાઇ ચંદુભાઇ સહિતના સ્ટાફે કરી હતી.
(11:32 AM IST)










