<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

કાલાવડના ખેરડીમાં અનિલાબેન અને દિકરી મેનાબેન પર પાઇપથી હુમલો

લાઇટના લંગરીયા નાખતા પાડોશી સાહિલ, જતીનને ટપાર્યા હોઇ ખાર રાખી હુમલો કર્યો

રાજકોટ તા. ૩: કાલાવડના ખેરડી ગામે રહેતાં અનિલાબેન મોહનભાઇ બથવાર (ઉ.વ.૪૫) અને તેના દિકરી મેનાબેન મોહનભાઇ બથવાર (ઉ.વ.૩૦) સાંજે સાતેક વાગ્‍યે વાડીએથી ચાલીને ઘરે જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં તેના જ પાડોશી સાહિલ અને તેના કુટુંબી ભાઇ જતીને બંને મા-દિકરીને આંતરી ગાળો દઇ પાઇપથી હુમલો કરી માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. અનિલાબેને જણાવ્‍યું હતું કે પાડોશી સાહિલ, જતીન લાઇટના લંગરીયા કરતાં હોઇ અમે તેને અગાઉ આ બાબતે ટપારી આવું નહિ કરવા સમજાવતાં બોલાચાલી થઇ હતી. આ મનદુઃખનો ખાર રાખી અમને મા-દિકરીને રસ્‍તામાં આંતરી લઇ હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણાએ જાણ કરતાં કાલાવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (૧૪.૬)

(2:17 PM IST)