<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

શરદી-તાવ-ઝાડા-ઉલ્‍ટીના કેસ વધ્‍યાઃ ૧૭૦૦ કેસ

મનપા દ્વારા ૩૫૮૨૬ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૯૧૫ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્‍છરજન્‍ય રોગચાળામાં ડેન્‍ગ્‍યુના ૩ દર્દી, મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૧૧ને નોટીસ

રાજકોટ, તા. ૩: શહેરમાં દિવાળી તહેવારો બાદ રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્‍તાહ કરતા આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં આંશીક વધારો જોવા મળ્‍યો છે.

આ સપ્‍તાહે ૧૭૦૦થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છજન્‍ય રોગના ૩ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૭ ઓકટોબર થી ૨ નવેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૩ કેસ

છેલ્લા સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુના ૩ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૧૭૦૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૦૪ તેમજ સામાન્‍ય તાવના ૭૩૦ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૬૭, ટાઇફોઇડના ૩ તથા કમળાના ૫ સહિત કુલ ૧૭૦૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૧૬૬૮ તેમજ સામાન્‍ય તાવના ૩૨૪૪૩ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૭૭૯૭ તથા ટાઇફોઇડના ૯૦ તેમજ કમળાના ૧૩૧ કેસ નોંધાયા છે.

મચછર ઉત્‍પતિ સબબ ૪૧૧ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૫૮૨૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૯૧૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય પ૨ર થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૧૧ લોકોને નોટીસ પાઠવી હતી. (૬.૮)

 

 

(2:34 PM IST)