તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
વિશ્વમાંગલ્ય સભા દ્વારા બુધવારે નારી સન્માન સમારોહ
માતૃત્વની ફરજ નિભાવવા સાથે સમાજમાં સેવા પ્રદાન કરતા ગૌરવશાળી બહેનોને બિરદવાશે

રાજકોટ તા. ૩ : વિશ્વમાંગલ્ય સભા દ્વારા આગામી તા. ૫ ના બુધવારે નારી સન્માન સમારોહનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિશ્વમાંગલ્ય સભાના બહેનોએ જણાવ્યુ હતુ કે આ મહિલા સંગઠન સશકત માતૃત્વથી સમાજ નિર્માણની વિચારધારા પર કામ કરે છે. જેની સ્થાપના ૨૦૧૦માં થઇ હતી.
આ સંગઠન દ્વારા તા. ૫ ના બુધવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ મેયર બંગલો, રેસકોર્સ રોડ ખાતે ‘રાજકોટ મહાનગર નારી સન્માન સમારોહ'નું આયોજન કરાયુ છે. જેમાં વિવિધ ક્ષેત્રના ગૌરવશાળી ૩૦ બહેનોનું સન્માન કરાશે.
ખાસ કરી ને માતૃત્વની ફરજ નિભાવવા સાથે સમાજમાં પણ વિશિષ્ટ સેવા આપી રહ્યા હોય તેવા બહેનોનું આ કાર્યક્રમમાં આકર્ષક સર્ટીફીકેટ આપી ખેસ પહેરાવી સન્માન કરાશે.
મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અતિથિવિશેષપદે યોજાયેલ આ નારી સન્માન સમારોહમાં વિશ્વમાંગલ્ય સભાના ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રી શ્રી શ્રૃતિબેન દેશપાંડે મુખ્ય વકતા તરીકે તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો. ગીતાબેન રાઠોડ વિશેષ ઉપસ્થિત રહેશે.
આ નારી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક બહેનોએ વ્યવસ્થાના ભાગરૂપે નામ રજીસ્ટર કરાવવા અને વધુ માહિતી માટે શીતલબેન જાની મો.૯૪૨૮૦ ૦૩૪૯૩ અને પારૂલબેન દેસાઇ મો.૯૪૨૯૫ ૦૨૧૮૦નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિશ્વમાંગલ્ય સભાના રાજકોટ મહાનગર અધ્યક્ષ જયોતિબેન માંડલીયા, સંયોજીકા દીપ્તીબેન ટીપરે, સહ સંયોજીકા પારૂલબેન દેસાઇ, છાત્ર સભા સહસંયોજક હીમાની માંડલીયા નજરે પડે છે.
(2:44 PM IST)










