<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

મેરે મહેરબાન મેરી હદ હૈ કહા તક ? યહા તક ? વહા તક ? આખીર કહા તક ?

રાજકોટમાં બેખૌફ ગુનેગારોનો શહેર પોલીસને સવાલ રાજકોટ પોલીસના જડબાતોડ જવાબની પ્રજાને અપેક્ષા (નો એફ.આઇ.આર. નો ટોક, ફેંસલા ઓન ધ સ્‍પોટ)

આજકાલ શહેરમાં સરેઆમ ગેંગવોરની ઘટનાઓને રાજકોટના વર્તમાનપત્રો મોટી પ્રસિધ્‍ધ આપી રહયા છે તે સંજોગોમાં અનાયાસે એક હિન્‍દી ફિલ્‍મનું ગાયન યાદ આવી જાય તેવા સનસનીખેજ માહોલ જામ્‍યો છે.

રાજકોટ જેવા શાંત શહેરમાં એક સમયે (પોઇંટ ટુ બી નોટેડ યોર ઓનર) આવી ઘટનાઓ બની નહોતી કે પછી અલર્ભ્‍ય !) ગુનાઓની શ્રેણીમાં આવતી તે સામાન્‍ય જ્ઞાન ધરાવતો શહેરનો દરેક નાગરિક સમજી શકે તેવી બાબત છે. લુખ્‍ખાગીરી, દાદાગીરી, પાંચિયાગીરી, જે ગણો તે પ્રકારની ગુનેગારીમાં હવે નવા પ્રકારનું ‘‘ઓર્ગેનાઇઝ ક્રાઇમ'' નામનું તત્‍વ ઉમેરાયુ છે.

શહેરની છુટીછવાઇ પરંતુ સતત નોનસ્‍ટોપ બનતી રહેતી ગુનાની હારમાળા હવે નવા વિકાસ? બાજુગતિ કરી ચુકી છે તે પરિસ્‍થિતીમાં રાજકોટના આમ નાગરિકોને શું સમજવાનું છે અને તંત્રએ આવા ગુન્‍હેગારોને શું સમજાવવાનું છે તે વાત હવે સ્‍પષ્‍ટ થઇ જવી જરૂરી છે. સંબધિત તંત્ર અને ગૃહમંત્રાલયેએ સમજવાની અને આવા તત્‍વોને બરોબર સમજાવી દેવાની આવશ્‍યકતા છે કે આવો વિકાસ (?) અહીં ન જ ચાલે.

થોડાસમય પુરતી અર્લટનેસ આ માટે પુરતી નથી જ થોડા સમય પછી બધુ રેગ્‍યુલર (!) થઇ જવાની જયારે અસામાજીકોને ખાત્રી હોય તો જ આવી ઘટનાઓ સંભવ છે. રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાંચ હોય કે એસ.ઓ.જી. કે પછી જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનના જવાબદારોની કાર્યક્ષમતા અને ગુના ઉપર કાબુ મેળવવાની ક્ષમતા તો ૧૦૦ % છે જ. તેમ કોઇને પણ શંકા નથી.

તો પછી સવાલ એ ઉભો થાય કે આટલી હદ સુધી અસામાજીક તત્‍વો બૈખૌફ, બેલગામ કેમ બની ગયા છે. જવાબ રાજકોટ પોલીસે શોધવો પડે તેમ છે. છેલ્લા ઘણાં સમયથી રાજકોટમાં બનતા ગુનાના સિલસિલામાં કયાંક અને કોઇવાર ટી.આર.બી. કે પછી એલ.આર.ડી. જવાનોની સીધી કે આડકતરી સંડોવણી ઘણુબધુ સુચક રીતે બયાન કરી રહી છે.

શહેર પોલીસ પોતાના જ તંત્રમાં ભલે નાના કે બિનઅગત્‍યના હોદ્દા ઉપર ગોઠવાયેલા તત્‍વો સામે લાલ આંખ કરવાની જરૂર છે તેવો લોકમત પ્રજાજનોમાં પ્રબળ બનતો જાય છે. કારણ કે આડકતરા કે છુપા સમર્થન વગર આટલી બધી હિમ્‍મત ગુનો કરવા ધારતા લોકોની હોય તેમ માનવું જરા વધુ પડતું લાગે છે.

તંત્રમાં વ્‍યાપ્‍ત ‘‘સેટીંગ કે ગોઠવણ'' ના આધારે ઘણુંબધુ શહેરમાં ચાલે કે બેરોકટોક ચાલી શકે છે તેવો અહેસાસ માત્ર અસામાજીકોને માટે પુરતો છે. શહેરમાં આઇ.પી.એસ. કેડરના લગભગ અર્ધો ડઝન અધિકારીઓ ફરજ ઉપર છે, તેવા સંજોગોમાં આવી બેલગામ અસામાજીક પ્રવૃતિથી સારા સંકેતો જનમાનસમાં નથી પહોંચતા તે પણ સત્‍ય જ છે.

સામાન્‍ય રીતે ગુનેગારી રોકવાના પોલીસ તંત્રના હદપાર, પાસા, ઘરપકડ જેવા ઓર્ડીનરી એકશનથી કદાચ ગુનેગારો પ્રુફ થઇ ગયા છ એમ પણ માનવાને કારણ તો છે જ, એ પણ સમજી શકાય કે પોલીસ તંત્રને ઘણી મર્યાદાછે. પરંતુ આવા અસામાજીકોને કોઇ મર્યાદા નડતી નથી તેનું શુ ?

છેવટે શહેર પોલીસને સમય જતા નાછૂટકે મુંબઇ પોલીસની જેમ ‘‘કટ-થોટ-ડિફેન્‍સ'' (જાનલેવા સ્‍વરક્ષણ)નો આશરે લેવો પડે તેના કરણા હજુપણ શહેરમાં પા પા પગલી માંડતા ઓર્ગેનાઇઝ ક્રાઇમને જડમૂળથી ઉખાડી નાખવાનો સમય અને તક બને છે.  

રાજકોટ શહેરના વર્તમાનપત્રોમાં ‘ક્રાઇમ રિર્પોટરો'' નું આગવું અને મહત્‍વનું પદ હોય છે. તેમના સુધી પ્રગટ/અપ્રગટ સેટીંગ/ ગોઠવણની બધી જ માહિતી ‘‘ઓફ ધ  રેર્કોડ'' પહોંચી જ જતી હોય છે. જો ક્રાઇમ રીર્પોટરો કોઇની પણ શેહશરમમાં આવ્‍યા વગર શહેરના વાસ્‍તવિક અને સાચા ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ સમયાંતરે નિયમીત કરતા રહે તો એક ‘‘ મોરલ પ્રેશર'' તો કમ સે કમ ઉભુ થઇ જ શકે. (૩પ-૧૩)

આશિષ યોગેન્‍દ્ર દવે, રાજકોટ

(4:10 PM IST)