News of Monday, 3rd November 2025
તંત્ર સતર્ક રહે, પણ લારી, ગલ્લા વાળા પર તવાઇ શું કામઃ નાગરિક સમિતિ

રાજકોટ તા.૩: દિવાળીના તહેવારોથી લઈને અત્યાર સુધીમાં રાજકોટ ક્રાઈમ બાબતે જે ઘટનાઓ બની તે જન સામાન્ય અને જાગળત લોકો માટે ચિંતા પ્રેરે તેવી બની રહી. નાગરિક સમિતિ આ સમગ્ર ઘટનાક્રમને વખોડે છે અને તંત્રને એ બાબતે વધુ અસરકારક પગલાઓ લેવા અનુરોધ કરે છે.
આ જે ઘટનાઓ બની તે સામે પોલીસ કમિશ્નરશ્રી શહેરના નાસ્તાના લારી, ગલ્લા અને હોટેલ ને રાત્રે ૧૧ પછી બંધ કરવા જે આદેશો આપ્યા છે તે સુસંગત નથી લાગતા.
આ લારી ગલ્લા કે હોટેલ ધારકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા રાત્રે મોડે સુધી ધંધો કરવા મજબુર હોય છે અને અત્યારે જે ઘટનાઓ બની તેનો કોઈ સીધો સંબંધ આ નાસ્તાનાં લારી,ગલ્લા કે હોટેલનાં મોડે સુધી ખુલ્લી રાખવા સાથે દેખાતો નથી.સામે પક્ષે જો તંત્ર રાતના સમયે પેટ્રોલિંગ સઘન બનાવે તો આવી ઘટનાઓ બનવાની શકયતા ઘટાડી શકાય છે તેમ અંતના નાગરિક સમિતિના એડવોકેટ હિમતભાઇ લાબડીયા, ભાવેશ આચાર્ય (મો.૯૪૨૭૨ ૧૪૭૭૨) ,પ્રકાશ મોરી તેમજ અન્યોએ સંયુકત યાદીમાં જણાવેલ છે
(4:10 PM IST)










