<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

રાજકોટ વીજ તંત્રમાં બઢતી-બદલીનો દોરઃ ૧૪ જુનિયર ઇજનેર, ૧ ડે.ઇજનેર, ૪ ડે.સુપ્રિ.એકાઉન્‍ટ અને રર સિનિયર આસિસ્‍ટન્‍ટને પ્રમોશન અપાયા

આજે તાકિદની અસરથી અને અમલમાં આવે તે રીતે તેમજ મેનેજીંગ ડીરેકટર (પીજીવીસીએલ) શ્રી કેતન જોષીની સૂચનાં બાદ રાજકોટ વીજ તંત્રમાં ૧૪ જૂનિયર ઇજનેર, ૧ ડે. ઇજનેર, ૪ ડે. સુપ્રિ. એકાઉન્‍ટસ અને રર સિનિયર આસિસ્‍ટન્‍ટને પ્રમોશનના ઓર્ડરો અપાયા છે, જૂનિયર ઇજનેરમાં રાજકોટના ધાંરગા, પરાડવા, વીઠ્ઠલપરા, બુધ્‍ધદેવ, મન્‍નતનો સમાવેશ. સાવરકુંડલાના ડે. ઇજનેર વી.સી. ચૌધરી બઢતી સાથે માંગરોળ મુકાયા, ડે. સુપ્રિ. એકાઉન્‍ટન્‍ટ-રાજકોટ શ્રી એમ.સી. કટારા અને એસ.ટી. માંકડને પણ પ્રમોશનના ઓર્ડરો.

(3:30 PM IST)