<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

દબાણ શાખા ત્રાટકી : શહેરના રાજમાર્ગો પરથી મંજુરી વિનાના રાજકીય-સામાજીક સંસ્‍થાના ૪૭૬૬ બોર્ડ બેનરો કર્યા જપ્‍ત

મવડી, જયુબેલી, રામનાથપરા, કૃષ્‍ણનગર સહિતના વિસ્‍તારોમાંથી પ૯પ રેંકડી, કેબીન તથા અન્‍ય પરચુરણ સામાનના દબાણો હટાવાયાઃ ૧પ લાખનો ચાર્જ વસુલ્‍યો

 

 

રાજકોટ, તા., ૪ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧  થી ૩૧ ઓકટોબર દરમ્‍યાન  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ  એવા  ૪૬ રેકડી-કેબીન, અન્‍ય ચીજ વસ્‍તુઓ,  ૩૮,૧૪૫ શાકભાજી-ફળો જપ્ત તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૪૭૬૬ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા જ્‍યુબેલી  મવડી  બ્રિજ નીચે રેલ્‍વે લાઈન, આનંદ બંગલા ચોક,રામનાથ પરા, કરણપાર્ક, રૈયા રોડ, નંદનવન પાર્ક, રવિવારી આજીડેમ, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક  પાસેથી રસ્‍તા પર નડતર રૂપ  ૪૬ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

જ્‍યુબેલી,જામનગર રોડ,હેમુગઢવી હોલ,જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ,જંકશન રોડ,કળષ્‍ણનગર મે.રોડ,રૈયા રોડ,૧૫૦ ફુટ રોડ,કાલાવાડ રોડ,નાણાવટી ચોક,ભીમનગર રોડ,યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્‍ય ૫૪૯ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જામનગર રોડ,લક્ષ્િમનગર, જ્‍યુબેલી,યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૩૮૬૧ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી  રૂ.૧૨,૮૩,૮૦૫/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૨,૮૫,૬૪૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

જામનગર રોડ,જલારામ ચોક,જંકશન પ્‍લોટ,રેસકોર્ષ રોડ,યુનિ.રોડ,૧૫૦ ફુટ રોડ,નાણાવટી ચોક,સાધુવાસવાણી રોડ, પટેલ કન્‍યા છાત્રાલય,કોઠારીયા રોડ,સેટેલાઈટ ચોક  પરથી ૪૭૬૬  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે. (૪.૧૦)

(2:41 PM IST)