<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

GIDCના કમિશનર પી. સ્‍વરૂપ રાજકોટમાં: વાઈબ્રન્‍ટ અંગે કલેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક

રાજકોટ, તા.૪: જાન્‍યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્‍ટ સમિટને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્‍યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.

આ સંદર્ભમાં, GIDC (ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રિયલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન)ના કમિશનર પી. સ્‍વરૂપ આજે ખાસ રાજકોટની મુલાકાતે આવ્‍યા હતા. તેમણે કલેક્‍ટર કચેરી ખાતે મહત્ત્વની બેઠક યોજી હતી અને અધિકારીઓ સાથે આગામી વાઇબ્રન્‍ટ સમિટની તૈયારીઓની સઘન સમીક્ષા કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં GIDCના કમિશનર પી. સ્‍વરૂપ અને ગાંધીનગરથી આવેલા અન્‍ય અધિકારીઓ ઉપરાંત જીલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારી,એડિશનલ કલેક્‍ટર,જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના અધિકારીઓ રાજકોટ જિલ્લા અને આજુબાજુની GIDCના પ્રમુખો પણ આ બેઠકમાં જોડાયા હતા. 

(2:45 PM IST)