તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
પી.ડી. એમ. ફાટકે શહેરનો સૌથી લાંબો અન્ડરબ્રિજ બનશે : સૈધ્ધાંતિક મંજુરી
ઢેબર રોડ-ગોંડલ રોડની ટ્રાફિક સમસ્યા હલ કરવા કવાયત : પ૦ કરોડના ખર્ચે : રાજય સરકારના જીયુડીએમ વિભાગની હરી ઝંડી : પ૦ થી વધુ મિલ્કતો કપાશે : સર્વે કામગીરી પૂર્ણ

રાજકોટ, તા. ૪ : શહેરની મધ્યમાં આવતી રેલવે ફાટકો ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ફાટક મુકત શહેર અભ્યાન અંતર્ગત રેલવે વિભાગે નવો અભિગમ અપનાવી તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત મહાનગર પાલિકાએ ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા પીડેએમ રેલવે ફાટકે અંડરબ્રિજ બનાવવા શહેરનો સૌથી વધુ ૭૦૦ મીટરનો લાંબો અંડરબ્રિજ બનવવા રાજય સરકારના જીયુડીએમ વિભાગે સૈધાંતિક મંજુરી આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
આ અંગે મનપાના સુત્રોના જણાવ્યા પ્રમાણે ફાટક મુકત શહેર અંતર્ગત રેલવે વિભાગે પણ પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. જીયુડીએમ વિભાગની મંજૂરી અને સરકારની મંજૂરી અંગેનો પરિપત્ર રેલવે વિભાગને રજૂ કરી મહાનગરપાલિકાના અધિકારીઓએ બેઠક યોજી હતી. જેમાં રેલવે વિભાગે તમામ સહયોગ આપવાની ખાતરી આપી છે. હાલ પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને ૭૦૦ મીટર લંબાઇનો અંડરબ્રિજ તૈયાર કરવામાં આવશે. કારણકે ઢેબર રોડ અને ગોંડલ રોડ ઉપર આ ફાટકનો ઉપયોગ એસટી વિભાગની તમામ બસ તેમજ અન્ય મોટા વાહનો કરવાના હોય સૌથી મોટો બ્રિજ બનાવાશે તેમ બાંધકામ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.
ગોંડલ રોડ ઉપર આવેલ પીડએમ ફાટકે ઝેડ આકારનો અંડરબ્રિજ બનાવવા માટે ૨ વર્ષ પહેલા મનપાએ તૈયારી કરી હતી. ત્યાર બાદ સરકારમાંથી મંજૂરી અને ગ્રાન્ટ આવતા કન્સ્લટન્ટની નિમણુંક કરવામાં આવી હતી. જેમના દ્વારા પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરી એલઓપી હેઠળ આવતી તમામ કપાતની મિલકતનો સર્વે હાથ ધર્યો હતો. ટીપી વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ હોય ફકત ઢેબર રોડ ઉપર ઢેબર કોલોનીથી ગોપાલ નગર શેરી નં.૧ સુધીમાં બ્રિજ માટે અમૂક મિલકતનો અમૂક ભાગ કપાતમાં આવી શકે તેમ છે. તેવી જ રીતે ગોંડલ રોડ ઉપર પણ અમૂક મિલકતો કપાતમાં આવે તેવી શકયતા જોવા રહી છે. સરકારની મંજૂરી બાદ ઢેબર રોડને લાઇનઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મુકવામાં આવ્યુ છે. જેના લીધે ૫૦થી વધુ મિલકતોને કપાત અંગેની નોટીસ ટૂંક સમયમાં આપવામાં આવશે તેવી જ રીતે બ્રિજના ખર્ચનું એસ્ટીમેન્ટ તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. હાલ પ્રાથમિક તબકે તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. છતાં મિલકત કપાત સહિતના મુદ્દાઓ બાકી હોય સભંવત અંડરબ્રિજનુ કામ શરૂ થવામાં એક વર્ષનો સમય લાગી શકે તેમ છે. (૯.ર૬)
(3:03 PM IST)










