<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

લોહાણા જ્ઞાતિનું ગૌરવઃ સીએ ફાઇનલ પરીક્ષામાં પ્રિયાશું સેતાએ ઓલ ઇન્‍ડિયામાં ૩૦મો રેન્‍ક મેળવ્‍યો

૬૦૦માંથી ૪૩૨ માર્ક હાંસલ કર્યાઃ પ્રિયાશું કહે છે પોતાના પર આત્‍મવિશ્‍વાસ રાખો, ઇશ્‍વરમાં શ્રધ્‍ધા રાખો, ધાર્યા કરતાં સારૂ પરિણામ મળશે જ

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ લેતા પ્રિયાશું સેતા નજરે પડે છે.

રાજકોટઃ તાજેતરમાં સીએનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટના લોહાણા જ્ઞાતિના પ્રિયાંશુ વિમલભાઇ સેતાએ હીર ઝળકાવ્‍યું છે. તેમણે ઓલ ઇન્‍ડિયામાં ૩૦ મો રેન્‍ક મેળવી જવલંત સફળતા મેળવી છે.

પ્રિયાંશુએ સીએની ફાઇનલ પરીક્ષામાં ૬૦૦માંથી ૪૩૨ માર્ક મેળવ્‍યા છે. તેઓ રાજકોટમાં લાતી પ્‍લોટમાં આવેલ જાણીતા શીંગદાળાના વેપારી વિમલભાઇના પૂત્ર છે. તેમણે અમદાવાદથી આર્ટીકલશીપ કરેલ છે. ધો. ૧૨ ગુજરાત બોર્ડમાં પણ ફર્સ્‍ટ આવેલ હતા.

પ્રિયાશું કહે છે સીએમાં સફળતા મેળવવા ૂખૂબ મહેનત કરી છે. ઇશ્‍વર પર ખૂબ શ્રધ્‍ધા છે, પરિવારનો ખૂબ સપોર્ટ મળ્‍યો હતો. દરરોજ ૧૩ થી ૧૪ કલાક વાંચન કરતો. તેઓ કહે છે કે પોતાના પર આત્‍મવિશ્‍વાસ રાખો, ઇશ્‍વરમાં શ્રધ્‍ધા રાખવાથી ધાર્યા કરતાં પણ સારૂ પરિણામ મેળવી શકાય છે. તેઓને મો. ૯૪૨૯૯ ૧૭૫૮૯ ઉપર અભિનંદન વર્ષો થઇ રહી છે.

 

(3:05 PM IST)